Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભાવનગરના મોણપુરની ડબલ મર્ડરનો આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપાયો

મૃતક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે દંપતિની હત્યા કર્યાની કબૂલાત કરી

 

ભાવનગરના મોણપુર ગામે ડબલ મર્ડરની ઘટનામાં વલ્લભીપુર પોલીસે અજિત ત્રીકમ નામના આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે. આરોપીએ બંને હત્યાની કબૂલાત કરી લીધી છેઆરોપીએ મૃતક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે દંપતિની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

    અંગેની વિગત મુજબ મોણપર ગામે વાડી વિસ્તારમાં રહેતા દંપતી પર કોઈ બોથડ પદાર્થના ઘા મારી નિર્દય હત્યા કરી અજાણ્યા સખ્સો નાસી છુટ્યા હતા જેમાં મૃતક ૨૭ વર્ષીય દેવીપુજક જોરૂભાઈ ચુડાસમા અને ૩૦ વર્ષીય વર્ષાબેન જોરૂભાઈ ચુડાસમાના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે ખસેડી હત્યાનું કારણ જાણવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં હવે કૌટુંબીક ભાણેજની ધરપકડ કરાઇ છે.

 

(10:43 pm IST)