Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જસદણમાં ભાજપના નેતાએ ભાંગરો વાટ્યો :કહી નાખ્યું કે કોંગ્રેસને રેકોર્ડબ્રેક મત આપજો':નેતાઓ- કાર્યકરો ચોંક્યા !

ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી બાફી નાખતા વિડિઓ ઝડપભેર વાયરલ

રાજકોટઃ જસદણની પેટા ચૂંટણી જાહેર થઇ છે બેઠક પર  જીત મેળવવી ભાજપ માટે પ્રતિષ્ટાનો પ્રશ્ન બની ગયો છે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ બેઠક ખાલી પડી હતી. બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હોવાથી અહીં ભાજપે તેમના ઉમેદવાર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જીત અપાવવી સહેલી નથી. બીજી તરફ કુંવરજીભાઈને પક્ષ પલટા બાદ કેબિનેટ મંત્રી સુધીનું પદ મળી જતા બીજેપીના અનેક કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 


માટે પેટા ચૂંટણીમાં બીજેપીના અમુક નેતાઓ કુંવરજીભાઈને હરાવવા માટે પણ પ્રયાસો કરે તેવો ડર પણ પક્ષને સતાવી રહ્યો છે. બીજી તરફ કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના એક નેતા અને બેઠક પર ધારાસભ્ય રહી ચુકેલા ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી બાફી નાખતા કોંગ્રેસના રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી હતી.

(8:49 pm IST)