Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નીતિનભાઈ પટેલે કર્યું મગફળીનું મોનીટરીંગ :કાજલી માર્કેટ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા નિહાળી : અધિકારીઓને કર્યા સૂચનો

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે કાજલી એપીએમસી ની મુલાકાત લઇને સૌને વિચારતા કરી દીધા છે. અહીં તેમણે ટેકાના ભાવે ખરીદાતી મગફળીનું મોનીટરીંગ કરતા સમગ્ર પ્રક્રિયાને નિહાળી અધિકારીઓને જરૂરી સવાલ જવાબ કર્યા અને જરૂરી સુચનો પણ કર્યા હતા

વેરાવળમાં કાજલી માર્કેટિંગ યાર્ડ પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે સરકારના અધિકારીઓ બાબતે કહ્યું કે સરકારની જવાબદારી પ્રમાણે અધિકારીઓને લોકોની કોઇ કનડગત હોય, અધિકારીઓના પ્રશ્નો હોય તેવી તમામ જવાબદારીઓ જે સરકાર દ્વારા આવતી હોય તે અમે કરીએ છીએ  અને કરતા રહેવાની ખાત્રી આપી હતી.

  તેમણે કહ્યું કે સરકારમાં નાના-મોટા પ્રશ્નો આવતા હોય છે. જેમાં ખેડૂતોને, પુરરાહત, ગામડાઓનાલોકોને મદદરૂપ થવા સહિતની બાબતોના વહીવટી પ્રશ્નો અને જવાબદારીઓ સરકારમાં આવે છે. તો મગફળીની ખરીદી બાબતે નીતિન પટેલે કામગીરીની પ્રસંશા કરીને કર્યું કે ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં નાણા જમા થવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

(8:48 pm IST)