Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વરસથી વોન્ટેડ આરોપી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

  ભાવનગર ::જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ  ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈહાણ તથા અતુલભાઇ ચુડાસમાને સંયુકતમાં મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નંબર ૬૧૬/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(ઇ), વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ચંદો શુકલભાઇ સાકટ જાતે-કોળી ઉ.વ.૨૪ રહેવાસી હાલ- ચિત્રા મહેશ્વરી સોસાયટી પ્લોટ નં.૫૨ ભાવનગર મુળ રહે-ઉમણીયાવદર તા.મહુવા જી.ભાવનગર વાળાને મસ્તરામ બાપા ના મંદિર પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી પોલીસ હેડકોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા  તથા  પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈાહાણ તથા અતુલભાઇ ચુડાસમા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા અબ્બાસઅલી દેવજીયાણી જોડાયા હતા.

(4:30 pm IST)