Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં ૧૦૮ ખેડૂતોના ૨૨૭૦ કિવન્ટલ મગફળીની ખરીદી

ખંભાળિયા, તા.૨૨: રાજય સરકાર દ્વારા તમામ એપીએમ સેન્ટરોમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું છેલ્લા એક અઠવાડીમાંથી શરૂ કરવામાં આવ્યા બાદ કેટલાક નિયમો, ભરતી સહિતના પ્રશ્ને પ્રથમ ગ્રાક્ષે જ મક્ષિકાનો ઘાટ સર્જાતા મોટાભાગે ટેકાના ભાવે ખરીદના સેન્ટરોમાં ખેડૂતોએ મગફળી થી વધુ રોષ ઠાલવ્યો હતો. ત્યારે ખંભાળિયા માર્કેટીગ યાર્ડ ખાતે શરૂ થયેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં પણ કાંઇક આવી જ સ્થિતી ઉભી થવા પામી હતી.  પ્રથમ ૩૫ અને ૩૦ની ભરતીબાદ નિયમ મુજબ ખરીદીન કરવામાં આવતી હોવાનું અને ગત રોજ હવે વજન કાંટા પણ નિયમોનુસાર ન હોવાનું જણાવી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

આમ તમામ મઠાગાંઠ વચ્ચે આ લખાય છે. ત્યાં સુધીમાં કુલ ૧૦૮ ખેડૂતોની ૨૨,૭૦,૦૫ કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવેલ હોવાનું ગોડાઉન મેનેજર દ્વારા જણાવવામાં આવેલ હતું. જેમાં માત્ર ૪ ખેડૂતોની મગફળી નબળી હોવાના કારણે રિજેકટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૦૦૦ જેટલા ખેડૂતોના ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. અંદાજીત ૮૦૦ જેટલા ઓફલાઇન ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. દરરોજ ૩૦ ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવે છે. અને ૩૦ ખેડૂતોની મગફળીની ખરીદી પણ કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે. હાલ ૨૫૦૦૦ જેટલા બારદાન હોવાથી બારદાન અંગેની પણ કોઇ સમસ્યા ઉભી થાય તેમ નથી જિલ્લામાંથી અંદાજીત ૨ લાખ ગુણી મગફળી ખરીદવાનું લક્ષયાંક રાખવામાં આવેલ છે.

અનેક આક્ષેપો-ક્ષતીઓ વચ્ચે ખેડૂતોનો હોબાળો

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીના વજન માટેના કાંટા પુરતા ન હોય અને એક માત્ર કાંટો છે તે પણ પ્રમાણીત ન હોવાનું તેમજ પુરતા કર્મચારીઓ ન હોય અને માત્ર કાગળ પર કાર્યવાહી પુર્ણ થતી હોવાનું જણાવી કેટલાક ખેડૂતો દ્વારા હંગામો ઉભો કરી રામધુન બોલાવામાં આવતા થોડીવાર માટે ખરીદી બંધ રહેવા પામી હતી.

(1:55 pm IST)