Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે ખુદ કલેકટર મેદાને ઉતર્યા

સુરેન્દ્રનગર તા. ૨૨ : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા, મુળી, અને ચોટીલા માર્કેટીંગ યાર્ડમા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામા આવી છે. જોકે, મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જિલ્લા કલેકટર પોતે મેદાને ઉર્તર્યા છે. જિલ્લા કલેકટર દ્વારા રૂબરૂ સ્થળ પર મુલાકાત કરી તમામ બાબતોની ચકાસણી કરીને ખરીદી કરવામા આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે ૩૦૦ ટન મગફળીની ખરીદી થઇ ચુકી છે. ૧૧૦૦ થી વધુ લોકો એ નોંધણી કરાવી છે. એક યાર્ડમા રોજ ૫૦ ખેડુતોની મગફળી ૪ પ્રકીયામાથી પસાર કરી ખરીદી કરવામા આવી રહી છે.

જીલ્લાના ૩ માર્કેટીંગ યાર્ડ ચોટીલા, મુળી અને સાયલામાં ૧૦૦૦ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામા આવી છે. મગફળીની ખરીદી યોગ્ય રીતે થાય અને જગતનાં તાતને કોઇ મુશ્કેલી ના પડે તે માટે જીલ્લા કલેકટર અને વહીવટી તંત્ર ખડે પગે રહી ઓચીંતા ચેકીંગ કરી રહ્યા છે. સાથે નાફેડના કર્મચારીઓ દ્વારા અલગ-અલગ ૪ પ્રકારના ચેંકીગ કરી મગફળીના સેમ્પલ લઇ ખરીદી કરવામા આવી રહી છે.

આ તમામ પ્રક્રિયા કલેકટરે લાઇવ નીહાળી તમામ બાબતો પર કડક કાર્યવાહી સાથે ખેડુતોની મગફળીની ખરીદી શરૂ કરવામા આવી હતી. અત્યાર સુધીમા ૧૧૦૦થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જેમા સવારે ૨૫ ખેડુતો બપોર બાદ ૨૫ ખેડુતો એક રોજના એક યાર્ડમા ૫૦ ખેડુતોની મગફળી ખરીદવામા આવી રહી છે. અત્યાર સુધીમા ૩૦૦ ટનથી વધુ મગફળીની ખરીદી કરવામા આવી છે. સાથોસાથ ૧૦૦૦ ટેકાના ભાવે મગફળી ખરીદી કરતા ખેડુતોમા પણ આનંદ છવાયો છે.

(1:26 pm IST)