Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પરિક્રમા પૂર્ણ : ૫૦૦ ભાવિકો માટે ઉદ્ઘાટન કરવુ એ નરી મૂર્ખતા : પૂ. ભારતીબાપુ

વ્હેલી પરિક્રમા શરૂ કરવા બે વર્ષથી રજૂઆત

જૂનાગઢ તા. ૨૨ : ગિરનાર પરિક્રમા લગભગ પૂર્ણ થઇ ચુકી છે ત્યારે મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીબાપુએ ૫૦૦ ભાવિકો માટે ઉદ્ઘાટન કરવું એ નરી મૂર્ખતા હોવાનું જણાવેલ છે.

શનિવારથી આગોતરી અને સોમવારની મધરાતથી વિધિવત યોજાયેલ ગિરનાર પરિક્રમા પુરી થઇ ચૂકી છે. આજે સવારે ૯ થી ૧૦ દરમિયાન નળ પાણીની ઘોડી કુલ ૧૦,૨૪,૧૨૨ ભાવિકોએ વટાવી હોવાનું નોંધાયું હતું. આમ પદયાત્રા સંપન્ન થઇ ગણાય.

દરમિયાનમાં મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુએ જણાવેલ કે, ગિરનાર મંડળના સંતો છેલ્લા બે વર્ષથી પરિક્રમા વહેલી શરૂ કરવાની તંત્રને રજૂઆત કરતા હતા. છેલ્લે મળેલી પરિક્રમામ બેઠકમાં પણ અધિકારીઓને સંતોએ સૂચનો કર્યા હતા જે મંજુર પણ કરાયા હતા.

પરંતુ ૨૦૦-૫૦૦ ભાવિકો માટે ઉદ્ઘાટન કરવું એ તો નરી મૂર્ખતા હોવાનું જણાવી શ્રી ભારતીબાપુએ આવતા વર્ષે પરિક્રમા વહેલી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(1:25 pm IST)