Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જૂનાગઢમાં ગેસ ડીસ્ટ્રીબ્યુશન પ્રોજેકટનું ખાતમુહુર્ત

હોમ ટુ હોમ ગેસની પાઇપલાઇન કાર્યનો પ્રારંભ

જૂનાગઢ તા. ૨૨ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણા, માર્ગ અને મકાન, આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ, નર્મદા કલ્પસર પાટનગર યોજનાના પ્રધાન નિતીનભાઇ પટેલ આજે બપોર બાદ જૂનાગઢ આવી રહ્યા છે.

શ્રી નિતીનભાઇ પટેલ સાંજે ૪ કલાકે સરકારની લોકઉપયોગી યોજનાના ભાગરૂપે હોમ ટુ હોમ ગેસની પાઇપલાઇન સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન પ્રોજેકટનું ખાતમુહુર્ત કરશે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કૃષિ યુનિ.ના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ જવા રવાના થશે.

આ પ્રસંગે કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિ. કમિશ્નર પ્રકાશ સોલંકી સહિતના અધિકારીઓ તેમજ મેયર આદ્યાશકિતબેન મજમુદાર વગેરે ઉપસ્થિત રહેશે.

(1:23 pm IST)