Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમરેલીમાં લેઉવા પટેલ સમાજ આયોજીત સમુહ લગ્નોત્સવની રવિવારે બેઠક

અમરેલી તા. ૨૨ : લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ - અમરેલી દ્વારા આગામી ફેબ્રુઆરીની ૧૭મી તારીખે યોજાનાર લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવની ભવ્ય - દિવ્ય તથા ઐતિહાસિક આયોજન માટે લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી તથા સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિ તથા આગેવાનીમાં સમસ્ત લેઉવા પટેલ સમાજની એક ઐતિહાસિક બેઠકનું આયોજન તા. ૨૫ને રવિવારે સાંજે ૫ કલાકે રૈયારાજ ફાર્મ - ગિરીયા અમરેલી મુકામે રાખેલ છે.

જેમાં લેઉવા પટેલ સમાજના ૨૦૦૦ સભ્યોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. સાંજના નૂતન વર્ષનું સ્નેહ તથા પ્રીતી ભોજનનું પણ આયોજન રાખેલ છે. જેમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ - અમરેલીના તમામ આગેવાનો, હોદ્દેદારો, કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યો તથા તમામ સભ્યોને સહપરિવાર પધારવા તથા ઉમટી પડવા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણીએ હાંકલ કરી છે અને જણાવ્યું છે કે, આગામી તા. ૧૭-૨-૨૦૧૯ના રોજ યોજાનાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં આ વખતે મુખ્યદાતાશ્રીની સાથે સમાજના નાનામાં નાના સભ્યના સહયોગને પણ સામેલ કરીને આ વખતનો સમૂહ લગ્નોત્સવ સંપૂર્ણ સફળ બનાવવામાં આવશે જે માટે તા. ૨૫ને રવિવારના રોજ સાંજના ૫ કલાકે સહપરિવાર સામેલ થવા તથા સહકાર આપવા અંતમાં જણાવ્યું છે.

(1:22 pm IST)