Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

તાલાલા (ગીર)માં અખિલ ભારતીય સનાતન સંરક્ષણ પરિષક - ૧૦૮ અતિ મહારૂદ્ર યશ - શિવ મહાપુરાણ કથા

પૂ.સોબરનદાસજી બાપુની કૃપાથી ભવ્‍ય આયોજન : વ્‍યાસાસને પૂ.ગીરીબાપુ

વાંકાનેર, તા. ૨૨ : તાલાલા ગીર ખાતે ‘‘અખિલ ભારતીય સનાતન સંરક્ષણ પરિષદ'' દ્વારા તાલાલા શ્રી બ્રહ્મેભેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત પૂ. સોબરનદાસજી મહારાજ ગુરૂ શ્રી રામદાસજીબાપુની અસીમ કૃપાથી તેમજ ભગવાન ભોળાનાથ શ્રી સોમનાથ મહાદેવદાદા તેમજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગદ્દગુરૂ શ્રી ચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી ‘‘મનસાદેવીધામ''ના મહંત શ્રી નિર્મળદાસજી ગુરૂ શ્રી સંતોષદાસજી (તાલાલા) ટાંગતોળ હનુમાનજી ના મહંત શ્રી મહાદેવદાસજી ગુરૂ કલ્‍યાણદાસજી (સાયલા) તેમજ તાલાલા - શ્રી ઉદાસીન આશ્રમના મહંત શ્રી સતનામદાસબાપુની પાવન નિશ્રામાં વિશ્વમાં એકી સાથે પ્રથમવાર ૧૦૮ અતિ મહારૂદ્ર યજ્ઞમાં ૧૮ પુરાણ ૪ વેદ કુરાન શરીફ ગુરૂ ગ્રંથ સાહેબ, બાઈબલ જેવા ધાર્મિક પુસ્‍તકોનું પઠન એવમ અષ્‍ટાંગયોગ ‘‘અતિ મહારૂદ્ર યજ્ઞ'' ૧૦૮ કુંડનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

અતિ મહારૂદ્ર યજ્ઞ તા.૪ થી ૧૪ ડિસેમ્‍બર સુધી સવારે ૯ થી ૧૨ રાખેલ છે. ૧૦૮ હવન કુંડમાં જુદા જુદા યજમાનો - સેવકો - ભકતો બેસીને આ ધર્મલાભ લેશે. ૪/૧૨ના સવારે ૯ કલાકે ભવ્‍ય શોભાયાત્રા નીકળશે. તેમજ મહાયજ્ઞનો શુભારંભ સવારે ૯ કલાકે થશે.

આ ઉપરાંત તાલાલા શહેરની પુનિત ધરતી પર પૂ. સદ્દગુરૂદેવ શ્રી સોબરનદાસજી મહારાજ શ્રી અસીમ કૃપાથી તા.૬-૧૨ થી તા. ૧૪-૧૨ સુધી ‘‘શ્રી શિવ મહાપુરાણ કથા''નું ભવ્‍ય આયોજન કરેલ છે. જે શિવપુરાણ કથામાં ગુજરાત - સૌરાષ્‍ટ્રના પ્રખર વકતા પ.પૂ. શ્રી ગીરીબાપુ (સાવરકુંડલા)વાળાના મુખાર બિંદુએ અનેરા સંગીતની શૈલી સાથે શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે જે કથા શ્રવણનો સમય સાંજે ૨:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.

આ દિવ્‍ય ધર્મોત્‍સવમાં અનેક જગ્‍યાઓના સંતો - મહંતો પધારી આર્શીવચન પાઠવશે. તેમજ તા.૬-૧૨ થી ૭, તા.૧૦, તા.૧૩ના રોજ રાત્રીના ૯ કલાકેથી ગુજરાત - સૌરાષ્‍ટ્રના નામાંકિત કલાકારોની ‘‘સંતવાણી''નો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે. ૧૦૮ના મહા અતિરૂદ્ર યજ્ઞમાં આચાર્યપદે ઓમકારેશ્વરના આચાર્ય શ્રી રામ પરસાઈજી આચાર્ય શ્રી મનોજભાઈ તિવારી તેમજ પુષ્‍કર રાજસ્‍થાનના આચાર્ય શ્રી રૂદ્રપ્રતાપજી - તાલાલાના ઋત્‍વિકઅદા વગેરે ભૂદેવો મંત્રોચ્‍ચારથી ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે યજ્ઞનો લાભ આપશે. આવા મહા યજ્ઞના પાવન રૂડા અવસરે તેમજ સાથોસાથ શિવ પુરાણ કથાના પાવનકારી પ્રસંગે સૌરાષ્‍ટ્રના મહાપુરૂષોના વિચાર આર્શીવચન પ્રાપ્‍ત થયેલા છે. આ દિવ્‍ય મહોત્‍સવ પ્રસંગે સર્વે ભાવિક - ભકતજનોને યજ્ઞના દર્શનનો તેમજ શિવપુરાણ કથા શ્રવણનો લાભ લેવા પધારવા મનસાદેવી ધામના મહંત શ્રી નિર્મળદાસજી ગુરૂ શ્રી સંતોષદાસજી (તાલાલા) ટાંગતોળ હનુમાનજીના મહંત શ્રી મહાદેવદાસજી ગુરૂ શ્રી કલ્‍યાણદાસજી (સાયલા) તેમજ મુખ્‍ય આયોજક અખિલ ભારતીય સનાતન, સંરક્ષણ પરિષદ દ્વારા સોનબાગ - કાળુભાઈ પુનાભાઈ ચારીયાની વાડી, રેલ્‍વે સ્‍ટેશન સામે, તાલાલા, જીલ્લો (ગીર સોમનાથ) ખાતે ઉપસ્‍થિત રહેવા ભાવિકોને આમંત્રણ પાઠવાયું છે.

(12:47 pm IST)