Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હળવદના રાયધ્રા ગામે વાડીમાં જુગાર રમતા છ ઝડપાયાઃ ૯૮,૯૦૦નો મુદામાલ કબ્‍જે

હળવદ તા. રરઃ તાલુકા રાયધ્રા ગામના પાદરમાં આવેલી વાડીમાં વાડી માલીક જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે રેડ કરતા ૬ જુગારી ઝડપાઇ ગયા હતા.

હળવદ પોલીસ મથકેથી પ્રાપ્‍ત થતી માહીતી મુજબ ડીવાયએસપી આર. કે. પટેલના માર્ગદર્શન મુજબ પી.આઇ. સોલંકીની સુચનાથી હળવદના રાયધ્રા ગામના પાદરમાં આવેલી વાડીમાં વાડીનો માલીક જુગાર રમાડતો હોય પોલીસે રેડ પાડતા માંડણ ભોજાભાઇ કોળી (રહે. રાયધ્રા) ભીખા રૂડાભાઇ કોળી (રહે. રાયધ્રા), રજનીકાંત શીવકાંત પટેલ (રહે. મોરબી) જયેશ હરજીવનભાઇ પટેલ (રહે. મોરબી), રસીક બેચરભાઇ પટેલ (રહે. મોરબી), દિનેશ હીરાભાઇ કોળી (રે. રાયધ્રા) સહીત ૬ શખ્‍સોને જુગાર રમતા પકડી પાડી ૬ શખ્‍સો પાસેથી રૂપિયા પ૯,૯૦૦ ચાર મોબાઇલ, બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૯૮,૯૦૦નો મુદામાલ કબ્‍જે કરીને તમામ આરોપીઓને પોલીસ મથકે લઇ આવી જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:44 pm IST)