Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ખેડૂતોના હિતમાં ટપક પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગણી

ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નારણભાઈ આહિર સહિતનાની રજૂઆત

દેવચડી, તા. ૨૨ : ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નારણભાઈ આહિર (દેવચડી) અને દેવચડીના માજી સરપંચ - ખેડૂત અગ્રણી પોપટભાઈ પટેલ તેમજ ગોંડલ તાલુકાના ખેડૂત અગ્રણીઓની યાદીમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર તરફથી સને ૨૦૦૫માં ખેડૂતોને ઓછા પાણીથી વધુ સારૂ ઉત્પાદન મળે તેવા હેતુથી ''ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કાંુ.'' (જી.જી.આર.સી.) ટપક પદ્ધતિની રચના કરવામાં આવેલ અને તેનો લાભ ઘણા ખેડૂતો લઈ રહ્યા છે.

ખાતર પાણી - ઓછા અને ઉત્પાદનમાં ખૂબ સારા પરિણામો આવે છે તેવા સમાચારો - જાણકારી ખેડૂતોમાંથી સાંભળવા મળે છે. ચાલુ વર્ષમાં ઓછા વરસાદના કારણે પાણીનો પોકાર છે. આવા સમયે ઉપરથી યોજનામાં ફેરફાર થયાના સમાચાર સાંભળવા મળે છે પણ આવા કપરા સમયમાં આ ટપક પદ્ધતિ - ડ્રીપ ઈરીગેશન હોય તો ઉભા પાકને તેમજ ભવિષ્યના પાકને લાભદાયી નિવડે તેમ છે.આ જી. જી. આર. સી. દ્વારા બંધ થયેલ કામગીરી અથવા ફેરફાર થયાની કામગીરીની ફેર વિચારણા કરી પુનઃ ફરી ખેડૂતોના હિતમાં આ ટપક પદ્ધતિ - ડ્રીપ ઈરીગેશન ફરી ચાલુ કરવા ખેડૂતોમાંથી સાંભળવા મળે છે. આ પદ્ધતિથી ખેડૂતો રાજી થશે અને ઉત્પાદનમાં વધારા સાથે પાણીનો બગાડ અટકશે તેમ નારણભાઈ આહિર (દેવચડી) ખેડૂતોની લાગણી - માગણી જણાવે છે.

(12:10 pm IST)