Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ધોરાજી નજીકથી ગેરકાયદે રેતી ખનનઃ ૪ ડમ્પર સહિત રૂ.૩૭.૬૦ લાખનો મુદામાલ સીઝ

ધોરાજી, તા.૨૨: ધોરાજી નાયબ કલેકટર એ ગેરકાયદેસર રેતી ખનન વહન કરેલ ચાર ટ્રક સહિતનો રૂ.૩૭ લાખ ૬૦ હજારનો મૂદામાલ ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ધોરાજી ઉપલેટા પંથક ભાદરમા ભાદર નદીમાં સાદી રેતી ખનીજ ની ગેરકાયદેસર ખનન વહન બંધ કરાવવાં બાબતે જીલ્લા કલેકટર રાહૂલ ગુપ્તાના માર્ગદશન તળે ધોરાજી નાયબ કલેકટર તુષાર જોષી ધોરાજી મામલતદાર, ઉપલેટા મામલતદાર તથા પોલીસની ટીમ દ્વારા ધોરાજી ઉપલેટાના હાઈવે રોડ પર રેતી ચારણા પર દરોડા પાડીને તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે રેતી ખનન વહન કરેલા ચાર ડમ્પરો ઝડપી પાડીને રેતી ખનીજ તથા ચાર ડમ્પરો સહિત નો રૂ. ૩૭ લાખ ૬૦ હજાર નો મૂદામાલ સીઝ કરીને જીલ્લા કલેકટરને રીપોર્ટ કરાયેલ છે અધીકારી તથા સ્ટાફની ટીમો બનાવીને નાગવદર ગામે રેતીના ૫૦૦ મૈટ્રીક ટનનો જથ્થો સીઝ કરીને ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરાયેલ છે. ધોરાજી ઉપલેટા પંથકમાં નાયબ કલેકટર સહિતના અધીકારીઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન વહન મામલે તપાસ સઘન બનાવાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:09 pm IST)