Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

માણાવદર વંથલી રોડ પર બંને સાઇડ ઉગેલા ગાંડા બાવળોથી વાહન ચાલકો ત્રસ્ત

તંત્ર માત્ર ડાળીઓ કાપી મન મનાવે છે! મુળમાંથી કાઢી પ્રશ્ન ઉકેલાતો નથી

માણાવદર તા.૨૨: માણાવદર-વંથલી હાઇવેની બન્ને બાજુ ગાંડાબાવળો રસ્તાની બંન્ને બાજુથી છેક રોડ સુધી પહોંચી ગયા છે જેના કારણે તાલુકા તથા જિલ્લા ભરના વાહન ચાલકો પસાર થાય ત્યારે અકસ્માતો થાય છે.

ઉપરથી વાહન ચાલકોને રસ્તાની પુરેપુરી જગ્યા મળતી નથી. વારંવાર આ રોડ ઉપર બાવળોની ડાળી વધે છે જે માત્ર કાપીને પુરા ઝાડની મજુરીનું બીલ ઉઘરાવાય છે? વળી પાછા વધી જાય વળી કાપવા કાયમી ઉકેલ કરતાં નથી? હાલ તંત્રને આ ગાંડા બાવળ દેખાતા નથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને તંત્ર કયારે ગાંડા બાવળને મુળમાંથી કાપીને પ્રશ્ન ઉકેલશે તેવો પ્રશ્ન પુછાઇ રહયો છે.

(12:05 pm IST)