Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રળોલ રાત્રીસભામાંં દારૂ, જુગાર, પાણી અને પાકવીમાના પ્રશ્નોની રજુઆત

રળોલમાં રાત્રીસભા યોજાઈ. જેમાં ગામમાં વધેલા દારૂ અને જુગારના દૂષણને કારણે યુવા પેઢી પર ખરાબ અસર પડે છે. તેને ડામવા, ૨૦૧૬-૧૭નો પાકવીમો ચુકવા, શિયાળુ પાક માટે પાણી પુરું પાડવા, સેટેલાઈટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખેડૂતોને અન્યાય થયો છે. અને જમીન રીસર્વેની કામગીરી હાથ ધરવા, એસ.ટી વિભાગ દ્વારા સવાર, બપોર અને સાંજે બસ શરૂ કરવા રસ્તા, ગટરના પ્રશ્નોની ઝડી વરસી હતી. જયારે ગ્રામજનોના પ્રશ્નોને રળોલના સરપંચ એ.ડી.વારૈયાએ વાચા આપી જલદી નિકાલ લાવવામાં આવે તે માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે લીંબડી તાલુકા વિકાસ અધિકારી એચ.એફ. ભુવાત્રાએ જણાવ્યું હતું કે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ઉપર ધ્યાન આપી વહેલી તકે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરાશે. આ રાત્રીસભામાં મામલતદાર પી.એસ.શાહ, નાયબ મામલતદાર આર.એલ.ચૌહાણ સહિતના અધિકારીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

(12:02 pm IST)