Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભાવનગરનાં ટીંબીની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલને પ્રથમ પગાર અર્પણ

ઇશ્વરીયા : મોટા લીલીયા (જી. અમરેલી) ના વતની શ્રી મુકેશભાઇ બાબુભાઇ વિરાણીના પુત્ર શ્રી ધ્રુવીલ મુકેશભાઇ વિરાણીએ પોતાના નોકરી મળ્યાના પ્રથમ પગારના રૂ. રપ હજાર નિઃશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ-ટીંબીને લીલીયા તાલુકાના સમાજ અગ્રણી એવા શ્રી બાબુભાઇ વિરાણીની ઉપસ્થિતીમાં હોસ્પિટલના મંત્રી બી. એલ. રાજપરાને અર્પણ કરી એક પ્રસંશનીય દાખલો પુરો પાડયો છે.

 

બી.એસ.સી.(Agri) પુર્ણ કરી  ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી, રાજકોટ મુકામે મદદનીશ બીજ પ્રમાણન અધિકારી તરીકે કાર્ય જવાબદારી સ્વીકારી પ્રથમ મહેનતાણાની રકમ દર્દી નારાયણની સેવાર્થે અર્પણ કરી ભાઇશ્રી ધ્રુવીલ એ પોતાના માતા-પિતા અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે. આવો સરસ વિચાર એ તેમનામાં સિંચાયેલા સુ-સંસ્કારોનું પરિણામ છે. આજના આધુનિક યુગમાં ઘણા યુવાનો વ્યસનોથી ઘેરાઇને આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થતા હોય છે એવા સમયમાં તેમણે બીજાને ઉપયોગી થવાની ઇચ્છા વ્યકત કરી એ ધન્યવાદને પાત્ર છે. તેમના આ પ્રેરણાદાયી કાર્ય બદલ હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવેલ છે.

(12:00 pm IST)