Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભાણવડમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરતા મુસ્લીમો

ભાણવડ તા ૨૨ :  મુસ્લીમ મસીહા હઝરત મહંમદ પયંગબર સાહેબનો જન્મદિવસ એટલે મુસ્લીમોની સોૈથી મોટી ઇદ ઇદેમિલાદુન્નબીની ભાણવડમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

ભાણવડમુસ્લીમ સમાજદ્વારા ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરતા મસ્જીદોમાં જઇ વહેલી સવારના ફઝરની નમાઝ અદાકરી અને કસીદા તથા નાત શરીફ પઢવામાં આવ્યા હતા તથા મુસ્લીમ બિરાદરોએ દુઆઓ માંગી હતી.

ફઝરની નમાઝ બાદ મસ્જીદો ખાતે નયાઝનું વિતરણ કરવામાં આવેલ. શહેરની નગરનાકાની મસ્જીદ, જુમ્મા મસ્જીદ તેમજ રણજીતપરા ખારીની મસ્જીદેથી વિશાળ ઝુલુસો કાઢવામાં આવ્યા હતા અને શહેરના માર્ગો પર શાંતિપુર્વક ફર્યાહતા જેદરમ્યાન હિન્દુભાઇઓએ મુસ્લીમ બિરાદરોને ઇદની મુબારકબાદી આપતા ઠેર-ઠેર કોમી એખલાસના દ્રશ્યો જોવામળતા હતા. હઝરત મહંમદ પયંગબરસાહેબનો આજના દિવસે જન્મ થયો હતો જેને લઇ મુસ્લીમો માટેઆ ઇદ એ સોૈથી મોટી ઇદ કહેવાય છે.

(11:57 am IST)