Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હળવદના સુરવદરમાં હત્યા કરનાર પિતા - પુત્રની ધરપકડ : રિમાન્ડની તજવીજ

હળવદ તા. ૨૨ : તાલુકાના સુરવદર ગામે છેડતી બાબતે પટેલ આધેડની હત્યા કરનાર પિતા - પુત્રને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.

હળવદના સુરવદર ગામે છેડતી મામલે ઠપકો આપનાર અશોકભાઇ મોહનભાઇ સુરાણીને આરોપી મનસુખ તખુભાઇ દેસાઇ અને તેના પુત્ર જતીન દેસાઇએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેનાથી અશોકભાઇનું મોત થયું હતું જે બાબતે પોલીસે સુરવદરની સીમમાંથી બંને આરોપીને ઝડપી લઇને રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(11:07 am IST)