Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઉના દેલવાડા રોડ ઉપર બે બાઇક સામસામે અથડાતા દંપતીને ઇજા

ઉના તા. ૨૨ : દેલવાડા રોડ ઉપર ચાર થાંભલા પાસે ગીરગઢડાના ભરતભાઇ રામજીભાઇ ચૌહાણ પોતાની મોટરસાયકલ ઉપર તેમની પત્ની ત્રિવેણીબેન ભરતભાઇ પાછળ બેસાડી જતા હતા ત્યારે સામેથી એક એકટીવા મોટર સાયકલ ડીડી-૦૨-સી-૨૩૮૦ના ચાલક તુલસીભાઇ પૂરઝડપે બેદરકારીમાં ચલાવી ભટકાવતા બંને પતિ-પત્ની પડી જતા પત્નીને કરોડરજ્જુમાં ઇજા થતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ઉના પોલીસે એકટીવા મોટરસાયકલ ચાલક સામે અકસ્માત કરી ઇજા કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે.

(11:06 am IST)