Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

તળાજા યાર્ડમાં મગફળીની ખરીદી માટે જુના બારદાન મોકલાતા રોષ

ભાવનગર તા. ૨૨ : લાભ પાંચમથી સરકાર દ્વારા સમગ્ર રાજયના પગલે તળાજામાં પણ સરકારી પ્રશાસનને કામે લગાડી મગફળી ટેકાના ભાવે સારી ગુણવત્તાની ખરીદવાનું સરકાર દ્વારા જ શરૂ કરવામાં આવ્યા ના પ્રથમ દિવસેજ જુના અને ફાટેલા બારદાન નવાની જગ્યા એ આવતા શંકા કુશંક જાગી હતી. ટેકાના ભાવ એ મગફળી ખરીદીને લઈ ફરીને બારદાન કોમ્ભાંડ આચરવામાં આવશે કે કેમ તેવાઙ્ગ ખેડૂતોમાંથી સવાલો ઉઠ્યા હતા.

અહેવાલો બાદ રાતો રાત સરકારે નવા બારદાન તળાજા યાર્ડમાં મોકલ્યા હતા. તે બારદાન ૩૫ કિલો ની ભરતી ના બદલે ૩૦ કિલોની ભરતીના આવતા એ બારદાન માં મગફળી ભરવી કે નહીં તે નિર્ણય તાત્કાલિક સરકાર ન લઈ શકતા એક દિવસ તળાજા યાર્ડમાં ખરીદી અને ભરતી બંધ રહી હતી.એ સમયે સાવ અણઘડ વહીવટ ચાલતો હોય તેવો ખેડત વર્ગ ને અહેસાસ થયો હતો. સરકાર પ્રત્યે ખેડૂતો એ તીખી પ્રતિ ક્રિયાઙ્ગ આપી હતી.

બે દિવસથી માંડ સ્થિતિ રાગે પડી હોવાનો ખેડૂતો ને અહેસાસ થયો ત્યાં જ ગત રાત્રે સરકાર દ્વારા મોકલવામાં આવેલ બારદાન ફરીને હલકી ગુણવત્તા અને જૂના આવ્યા . એટલુંજ નહિ જે બારદાન આવ્યા તેમાં બજર તમાકુની વાસ આવતી હોય ગાડી માંથી મજુર વર્ગ ને ઉતારવા માજ ભારે તકલીફ પડી હતી. તેમપાવઠી ગામ થી મજૂરી કામ કરવા આવતા જીવનભાઈએ જણાવ્યૂ હતું.

તેઓ એ ઉમેર્યૂ હતું કે આ બારદાન વાપરવા થીઙ્ગ છીંક આવવી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો મજૂરો બારદાન વાપરવાની ના પાડી દે અને હલકી ગુણવત્તાના બારદાન હોય તેમ સ્થાનિક અધિકારી પણ મગફળી ભરવાની ના પાડી દેતો ફરીને એક દિવસ અહીં મગફળી ખરીદી અને ભરતી બંધ રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જેને લઈ મગફળી લાવેલ ખેડૂતો ને સમય અને નાણાંનો વ્યય થાય. તથા અહીં મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરોને બેસવાનો વારી આવે તો એક દિવસની દાડી ન મળે તેથી ગરીબ મજૂરોને પણ તકલીફ વેઠવા નો સરકાર ના અણઘડ અથવાતો ખેડૂતો ના શબ્દો માં કહી એ તો મગફળીને લઈ બારદાન કૌભાંડ ટુ ને લઈઙ્ગ વારો આવશે.

તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે પુરવઠા વિભાગ ના ગોડાઉન મેનેજર અને મગફળી ભરી ને મોકલવા ની જવાબદારી સંભાળતા મનહરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગઈકાલ સાંજે બારદાન આવ્યા. તે જોતા જ ભાવનગર સ્થિત અધિકારીને ધ્યાન દોરયુ હતું. એટલુંજ નહીં ભાવનગર GSCSCL વ્હોટ શેપ ગ્રુપ ને પણ તાત્કાલિક હલકી ગુણવત્તાના બારદાન આવ્યાનો મેસેજ કરી દીધો હતો ફોટા સાથે.

તળાજા માર્કેટીંગ યાર્ડના મજુરના મુકાદમ સુરેશ ભાઈ એ સરકાર સામે બળાપો ઠાલવતા જણાવ્યૂ હતું કે મોંઘવારી સતત વધતી જાય છે. તેમ છતાં બારદાન ભરવા ની મજુરી ગત વર્ષે રૂપિયા ૧૫ આપવામાં આવતી હતી તેમ બે રૂપિયાનો સરકાર એ ઘટાડો કર્યો છે. તેવો સરકારની વિરુદ્ઘમાં બળાપો ઠાલવ્યો હતો.

(11:05 am IST)