Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સોમનાથ કાર્તિક પૂર્ણિમાં મેળામાં એક સાથે ભોજન લેતા લોકોને જોઇને સંયુકત કુટુંબની તસ્‍વીર જીવંત

પ્રભાસપાટણ તા.રર : સોમનાથ કાર્તિક પૂર્ણિમાં મેળાની જો કોઇ વિશેષતા હોય તો એ છે કે દુર-સુદુર ગામ -ગામેથી આવેલા લોકો તો ઠીક પરંતુ વેરાવળ,પ્રભાસપાટણ કે મેળાની પાસે જ રહેતા લોકો મનભર મેળા મોજ માણે છે.

હાલક ડોલક ચકડોળમાં ઘૂમી કે ઘરઘરાટી મોતનો કુવો જોઇ કે ખરીદી કરી કે શિયાળાની ઠંડીમાં ઠંડોગાર આઇસ્‍ક્રીમ પેટમા પધરાવી ઘરના સૈ લોકો મેળાના મેદાનમાં શેતરીજીઓ પાથરી તેના ઉપર બેસી થેપલા-રસાદાર તેલ તરબર શાક, તીખા-તમતમતા અથાણા, ઘેવર જેવુ દહીં-છાશ મેળાના મેદાનમાં ઠેર-ઠેર ભોજન લેતા જોવા મળે છે.

આજના વિભકત કુટુંબના યુગમાંય દાદાના ખોળામાં પાવા-પીપુંડા વગાડતા અને ફુગ્‍ગાની દોરી પકડી બેઠેલા બાળકો સાસુ-વહુ, પુત્ર -પુત્ર વધુ તેના સંતાનો -મિત્રો પડોશીઓ ઠેર-ઠેર ગોળાકાર સમુહમાં મેળાના લીલાછમ ઘાંસ કે ખેતરાવ મેદાન પર ભોજન લેતાં કે અરસ-પરસ ચર્ચાઓ કરતા ભોજન જયારે આરોગતા હોય ત્‍યારે પ્રાચીન જમાનાની અણમોલ વારસા સમી સયુંકત કુટુ઼બની તસ્‍વીર જીવંત થાય તો હિન્‍દી જાણીતી ફીલ્‍મ હંમ સાથ..હૈ ઘર આંગણે જીવંત થાય છે.

 

(10:44 am IST)