Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભુજના ગજોડની કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ રીતે મોત થતાં લોકોએ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ

હતભાગીના પત્નીનું પણ આઘાત લાગવાથી મોત નીપજ્યું

ભુજ  તાલુકાના ગજોડ ગામે આવેલી સુમિટોમો કંપનીમાં કામ કરતાં એક કર્મચારીનું શંકાસ્પદ રીતે મોત થતાં લોકોમાં રોષ ફેલાયો છે. કંપનીના કચરાપેટીમાંથી ઉદ્ભવેલા ઝેરી ગેસ શ્વાસમાં ગયા હોવાથી કર્મચારીનું મોત થયું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ઘટના બાદ કંપની દ્વારા હતભાગીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં ન આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. હતભાગીના પત્નીનું પણ આઘાત લાગવાથી મોત નીપજ્યું હતું.

(11:57 pm IST)