Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ધોરાજીના નાની વાવડી ગામના ખેડુત ખાતેદાર સ્વ.હર્ષાબેન ગોવીંદભાઈ પીઠીયાનુ અકસ્માતે અવસાન થતા શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.દ્વારા અકસ્માત વિમા પોલીસી અંતર્ગત તેમના વારસદારોને રૂ.૧૦ લાખની રકમનો ચેક જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાના હસ્તે અર્પણ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ખેડુત ખાતેદાર સ્વ.હર્ષાબેન ગોવીંદભાઈ પીઠીયાનુ અકસ્માતે અવસાન થતા શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.દ્વારા લેવાયેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત તેમના વારસદારોને રૂ.૧૦ લાખની રકમનો ચેક યુવા કિસાન નેતા અને જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરવામા આવ્યો
ચેક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા તું સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ધોરાજી તાલુકા સંઘના પ્રમુખ આર.સી ભૂત ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરકિશન ભાઈ માવાણી વિપુલભાઈ બાલધા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:30 pm IST)