Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામનગરના પાંચહાટડીમાં સામાન્ય વાતમાં બે જુથ્થો સામ–સામેઃ પોલીસ ફરીયાદો નોંધાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: અહીં ચંપાકુંજ જુનો કુંભારવાડો નાગનાથ ગેઈટ પાસે રહેતા દીપભાઈ હિતેષભાઈ ચૌહાણ ઉ.વ. ર૧ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૧ ના રોજ આ કામે મરણ જનાર હિતેષ મગનભાઈ ચૌહાણ ઉ.વ. પ૧ આજથી બે દિવસ પહેલા કીડનીનો રિપોર્ટ કરાવતા ખબર પડેલ કે તેમની કીડની ડેમેજ હોય જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

ઠેબાચોકડી પાસે મોબાઈલ ફોનની લુંટ કરી સ્કુટર ચાલક ફરાર

અમદાવાદમાં રહેતા આકાશ કુલદીપભાઈ ધરમપાલ ઉ.વ. ર૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯ ના રોજ ઠેબા ચોકડીથી આગળ જતા રોડ પર બપોરના સમયે પોતાના મોબાઈલ ફોન પર વાત કરતો હતો ત્યારે એક અજાણ્યો એકટીવા સ્કુટર ચાલક ત્યાં આવી ફરીયાદીના હાથમાંથી મોબાઈલ ફોન ઝુટવી નાશી જઈ ગુન્હો કરેલ છે.

દરેડમાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

પંચકોશી બી ડિવિઝનના જે.એસ.જાડેજાએ તા. ર૧ ના રોજ દરેડ ગામમાંથી આ કામેના આરોપી રણજિતસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ. ૪૦ વાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૃા. ૮૩૦ સાથે ઝડપી પાડયો હતો.

(1:07 pm IST)