Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વેકસિનેસની શ્રેષ્ઠ કામગીરી બદલ જુનાગઢ સીવીલના સુશીલકુમાર સહિત સ્ટાફનું સન્માન

પીવીસી ન્યુમોકોલ કોજયુગેટ વેકિસનનો પણ પ્રારંભ

જુનાગઢઃ પ્રસ્તુત તસ્વીરોમાં વેકસીનેસનની સારી કામગીરી બદલ સન્માનીત થયેલા ડો. સુશીલકુમાર, ડો. સોલંકી અને સ્ટાફ પ્રથમ તસ્વીરમાં અને બીજી તસ્વીરમાં ડો. સુશીલકુમાર બાળકો માટે વેકસીનનો પ્રારંભ કરાવતા નજરે પડે છ.ે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.રર : વેકિસનેસનની શ્રેષ્ઠ કામગીરી બદલ જુનાગઢ સીવીલના સુપ્રિન્ટેડન્ટ ડો. સુશીલકુમાર તેમજ સ્ટાફનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

ગઇકાલે દેશમાં વેકિસનેસનના ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પુર્ણ થતા નવી સિધ્ધિ હાંસલ થઇ હતી.

૧૦૦ ટકા રસીકરણ માટે જુનાગઢ સિવીલ હોસ્પિટલના સુપ્રિ. ડો. સુશીલકુમાર અને તેમની ટીમ દ્વારા રાત-દિવસ એક કરવામાં આવી રહ્યા છે.

સધન વેકિસનેસન માટેસુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.વેકિસનેસનની સારી કામગીરી બદલ ગત રાત્રે જુનાગઢ મનપાના ઉપક્રમે ડો. સુશીલકુમાર અને તેમના સ્ટાફનો સન્માન સમારોહણ યોજાયો હતો.

જેમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, ડે. મેયર હિંમાશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશેભાઇ ધુલેશીયા વગેરે દ્વારા ડો. સુશીલકુમાર તેમજ આરએમઓ ડો. ટી.જી.સોલંકી ઉપરંત વેકિસન કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ભોજન સાથે સીવીલના સ્ટાફે દાંડિયા રાસ લઇને ૧૦૦ કરોડ વેકિસન ડોઝની ખુશી વ્યકત કરી હતી.

દરમ્યાન આજે બપોરના એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટીના માર્ગદર્શન સાથે ડી.વાય.એસ.પી.પ્રદિપસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓએ ડો. સુશીલકુમાર, ડો. સોલંકી વગેરેનું વેકસિનેસનની સારી કામગીરી સબબ સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

દરમ્યાન સિવીલ સુપ્રિ. ડો. સુશીલકુમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સીવીલ હોસ્પિટલ ખાતે પાંચ વર્ષથી નીચેના બાળકોને પીવીસી ન્યુમોકોકલ કોઝયુંગેટ વેકિસનનો પ્રારંભ કરાયો છે.

આ રસીની કોઇ આડઅસર થતી નથી. બાળક બિમાર હોય તો પણ રસી આપવી જોઇએ

(1:00 pm IST)