Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી

જૂનાગઢ,તા.૨૨ : સમગ્ર ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં તેમજ કેન્દ્રીય પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોના માનમાં ૨૧મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિનની ઉજવર્ણીં કરવામાં આવે છે. આ દિવસે  ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે..

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા પણ જૂનાગઢ શહેર ર્ંપોલીસ હેડ કવાર્ટર ખાતે  આવેલ શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિન નિમીતે કોમોરેશન પરેડ યોજવામાં આવેલ હતી. આ પરેડ દરમિયાન તા. ૦૧/૦૯/૨૦૨૦ થી તા. ૩૧/૦૮/૨૦૨૧ દરમિયાન જે પોલીસ અધિકારીઓ/પોલીસ જવાનોના ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોની યાદી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ, તે યાદીમાં દર્શાવેલ તમામ જવાનોને કરવામાં આવેલ હતાં.  સંભારણા દીન નિમિતે કોરોના કાળ દરમિયાન શહીદ થયેલ પોલીસ જવાનોને પણ ખાસ યાદ કરવામાં આવેલ હતાં.

જૂનાગઢ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન શહિદ થયેલ જવાનો (૧) કિરણભાઈ કાંતિલાલ કેલૈયા, (૨) રમેશગર ઉમેદગર મેઘનાદી તથા (૩) કમલેશભાઈ મગનભાઈ પ્રજાપતિના કુટુંબીજનોને ખાસ હાજર રાખી, તેઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના કોરોના કાળમાં શહિદ થયેલ પોલોસ જવાનોના કુટુંબીજનોને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા રૂબરૂ મળી, ભવિષ્યમાં બાળકોના અભ્યાસ બાબતે અથવા કોઈપણ જરૂરિયાત ઉભી થાય તો, જૂનાગઢ પોલીસ તેઓની સાથે ઉભી રહી, મદદ કરવા ખાત્રી આપેલ હતી.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ચાલુ સાલે જ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે નવું શહીદ સ્મારર્કં બનાવવામાં આવેલ છે. જેની ડિઝાઇન સ્પેશિયલ આઇપીએસ તાલીમ સંસ્થા જેવી બનાવી, શહિદ સ્મારક ઉપર આજદિન સુધી શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી માટે નામ પણ લખવામાં આવેલ છે. આ નવનિર્મિત શહીદ સ્મારક ખાતે પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી.

પોલીસ સંભારણા દિનની આ પરેડમાં શહેર તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ  પ્રદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ,  આર.વી.ડામોર, નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર,   હિંગોળદાન રતનું, નાયબ પોલીસ અધિક્ષક, એસસીએસટી સેલ, શ્રી પિયુષ જોશી, આર.એસ.આઇ., હેડ કવાર્ટર તથા જુદાં જુદાં પોલીસ સ્ટેશનો તથા શાખાના પોલીસ સબ ઇન્સ., શ્રી જે.જે.ગઢવી, કે.એમ.મોરી, કે.કે.મારુ, મહેશભાઈ ડવ, વિગેરે ૩૦ જેટલા પોલીસ અધિકારીઓ જવાનો હાજર રહ્યા હતાં.

(12:59 pm IST)