Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામનગરમાં ૧૦૦ કરોડ વેકસીનેશનની ઉજવણી : પોલીસ બેન્ડ નિર્દેશન કાર્યક્રમ

જામનગર : વડાપ્રધાનશ્રીના દુરંદેશીભર્યા નેતૃત્વ નીચે ભારતની ૧૦૦ કરોડની જનતાને કોવિડ વેકશીનેશન આપી વૈશ્વિક સિદ્ઘી મેળવેલ છે. જે અન્વયે અત્રેના જિલ્લાના આરોગ્ય તથા અન્ય ખાતાને સંલગ્ન કોરોના વોરીયર્સનું સન્માન કરવા માટે રાજય સરકારશ્રી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવાનું નકકી કરવામાં આવેલ. અત્રેના જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી/મ્યુનિસીપલ કમિશનરશ્રી સાથે સંકલનમાં રહીને શહેરી વિસ્તારોમાં ૦૧ હોસ્પીટલ/પી.એચ.સી/ સી.એચ.સી સેન્ટર નકકી કરી તે સ્થળે પોલીસ બેન્ડ દ્વારા નિર્દેશન કરવા જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે  જામનગર જિલ્લાની એમ.પી.શાહ મેડીકલ કોલેજ/ જી.જી.હોસ્પીટલ જામનગર ખાતે પોલીસ બેન્ડ દ્વારા નિર્દેશન કાર્યક્ર્મ રાખવામાં આવેલ. જેમાં માજી મંત્રી ધર્મેંન્દ્રસિંહ જાડેજા, મેયરશ્રી, અગ્રણી રાજકીય આગેવાનશ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જિલ્લા કલેકટરશ્રી તથા અમો પોલીસ અધિકારીશ્રી/જવાનો સાથે હાજર રહેલ હતાં અને કાર્યક્ર્મ દરમ્યાન હોસ્પીટલના સીવીલ સર્જન અને મેડીકલ કોલેજના ડીનશ્રી, ડોકટરશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારીઓ/ડોકટરશ્રીઓનું સન્માન કરી તેઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)

(12:41 pm IST)