Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગિરનારમાં રૂ. બે લાખના ચંદનના કટીંગમાં પરપ્રાંતીય ૪ થી વધુ શખ્સો હોવાની સંભાવના

ચંદન ચોરોને પકડવા વનવિભાગની વિવિધ ટીમોની કવાયત : ચંદનનાં વૃક્ષોનાં કટીંગ માટે મશીનનો ઉપયોગ થયાની શંકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રરઃ  ગિરનાર જંગલમાં રૂ. બે લાખનાં ચંદનના કટીંગમાં પરપ્રાંતીય ૪ થી વધુ શખ્સો હોવાની સંભાવના છે. આ શખ્સોને પકડવા માટે વન વિભાગની વિવિધ ટીમોએ કવાયત શરૂ કરી છે.

ભવનાથ પાસે ગિરનારનાં જંગલમાં લાલઢોરી પાસે એગ્રીકલ્ચરની રેવન્યુ જમીન પરનાં ચંદનના ઝાડ પૈકી ૬ જેટલા વૃક્ષો કાપીને અજાણ્યા શખ્સો રૂ. બે લાખની કિંમતના ચંદનના લાકડા ચોરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચીગયો હતો.

રાત્રીનાં સમયે ચંદનના વૃક્ષોનાં ટીંગનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

વન વિભાગે ચંદન ચોરોને પકડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં ૪ થી વધુ પરપ્રાંતીય શખ્સો ૬૦ થી ૭૦ સે.મી. ઘેરાવાનાં ૬ ચંદનના વૃક્ષ કાપીને તેની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનું ખુલ્યું છે.

આ શખ્સોએ ચંદનનાં ઝાડ કાપવા માટે કુહાડી ઉપરાંત અન્ય મશીનરીનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

સમગ્ર પ્રકરણમાં પરપ્રાંતીય ટોળકી હોવાની આશંકા વ્યકત કરાઇ છે. ૬ વૃક્ષોના કટીંગ માટે ૪ કલાકનો સમય લાગ્યો હોવાની શકયતા છે.

હાલ તો વન વિભાગ તપાસ કરી રહ્યું છે. મહત્વની કડી મેળવવા માટે કવાયત આદરી છે.

(12:40 pm IST)