Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કેશોદના મેસવાણ ગામે દારૂ પી હથિયાર સાથે દંગલ કરવા સામે ગામ બંધ

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૨૨ : કેશોદના મેસવાણ ગામે દારૂનો નશો કરી એક શખ્શ હથીયાર સાથે ગામલોકોને ધમકાવતો હોઈ ગ્રામ પંચાયતે માઈકમાં જાહેરાત ગામને સજ્જડ બંધ રાખી ગ્રામ સભા યોજી હતી. જેમાં ગામ લોકો ઉમટી પડી ગામમાં દારૂના હાટડા બંધ કરાવવા માંગ ઉઠાવી હતી.

કેશોદ તાલુકાના મેસવાણ ગામે એક દિવસ અગાઉ એક શખ્શ દારૂ પી ધાતક હથીયાર સાથે ખુલ્લેઆમ બજારમાં જે સામે મળે તેને ધમકાવતો ફરતો હતો આવો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગામનાં સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ તેમને પકડી કેશોદ પોલીસ મથકે લઇ ગઇ હતી આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ સરપંચે ગુરૂવાર બપોર પછી માઈકમાં જાહેરાત કરાવી ગામ બંધ રખાવી ગ્રામસભા યોજી હતી.

જેમાં મહિલાઓએ દારૂડિયાઓ એલફેલ બોલી મશ્કરી કરતા હોવાથી પાણી ભરવા જઇ શકતી ન હોવાની રજુઆત કરી હતી આથી ગામલોકોએ દારૂ બંધ કરાવવા માંગ કરી હતી પોલીસ પહોંચે એ પહેલા ગામલોકોએ રોષ સાથે દારૂ અને દારૂડીયાઓને પકડવા જનતા રેડ કરી હતી પણ ગામ લોકોને રોષ જોઈ આ આવારા તત્વો રફુચક્કર થઇ ગયા હતા કેશોદ પોલીસે વધુ એક શખ્શને પકડ્યો હતો.

(12:47 pm IST)