Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પોરબંદરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમો છલોછલ છતાં પાલીકા દ્વારા ૩ દિવસે એક વખત પાણી વિતરણ

કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતઃ દિવાળી સમયે પુરતુ પાણી વિતરણ કરાતું નથી

પોરબંદર તા.રર : આ વર્ષે સારો વરસાદ વરસ્યો હોવાથી જીલ્લાને પાણી પુરૂ પાડતાં ખંભાળા અને ફોદાળા બંને ડેમ છલોછલ ભરાઇ ગયા છે.તેમ છતાં નગરપાલીકાનુ તંત્ર એકાતરા પાણી વિતરણ કરવાને બદલે ત્રણ દિવસે પાણી વિતરણ કરી રહયુ છે. તેથીપાલીકાના તંત્રની આ બેદરકારી અંગે પોરબંદર કોંગ્રેસે ઉચ્ચકક્ષાએ રાજય સરકારને ફરિયાદમાં જણાવ્યું છે કે પાલીકાના સ્થાનિક તંત્ર લોકોને પુરી સુવિધા આપવામાં પણ અખાડા કરી રહયુ છે.તેથી સતાધીશોને  સુચના આપવામાં માંંગણી કરી છે.

શહેર મહિલા કોગ્રેસ પ્રમુખ ભારતીબેન ગોહેલ, હંસાબેન તંુબડીયા, શહેર સેવાદળ પ્રમુખ હરીશભાઇ મજીઠીયા અને અશ્વિનભાઇ મોતીવરસ વગેરેએ સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લા ઉપર આ વર્ષે મેઘરાજાની સારી એવી મહેરબાની થઇ છે. અને સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી પણ વધારે વરસ્યો છે. તેમ છતાં પાલીકાનું તંત્ર પાણી વિતરણ જેવી પાયાની સુવિધા આપવામાં પણ બેદરકારી દાખવી રહયુ છે. આ વખતે  ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો અને બરડા ડુંગર મધ્ય આવેલા ફોદાળા અને ખંભાળા ડેમ તળીયાઝાટક બની ગયા હતા. ત્યારે પોરબંદર નગરપાલિકાના સતાધીશોએ ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરીને પાણી વિતરણ વ્યવસ્થા પર કાપ મુકી દીધો હતો. બિલેશ્વર નજીક આવેલા ફોદાળા ડેમમાં તેની ૩૭ ફૂટની સપાટી બતાવીને ઓવરફલો થઇ ગયોહતો. બીજી બાજુ ખંભાળા ડેમમાં પણ ૯૦ ટકાથી વધુ ભરાઇ ગયો હતો.

કોંગ્રેસના આગેવાનોએ કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, એક બાજુ નગરપાલિકાના સતાધીશોએ એવી જાહેરાત કરી હતી કે, પોરબંદર વાસીઓ માટે હવે સુખના દિવસો આવ્યા છેઅને ડેમમાં દોઢ વર્ષ કરતા પણ વધુ ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયો છે. પોરબંદર પાલિકાના સતાધીશો લોકોની દિવાળી માટે જાગે તે જરૂરી છે.

(12:37 pm IST)