Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ચુડાના સમઢીયાળા ગામે વિજ કર્મચારીઓ ઉપર હુમલાના કેસમાં ૮ શખ્સોને ૩ વર્ષની સજા

ચુડા,તા. ૨૨: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે વર્ષ-૨૦૦૬જ્રાક્નત્ન વીજ ચેકિંગ કરવા ગયેલા PGVCLના કર્મીઓ પર હુમલો કરાયો હતો. ચુડા કોર્ટમાં કેસ ચાલી જતાં આઠેય હુમલાખોર શખસને ૩ વર્ષની સજા ફટકારી હતી. ચુડા તાલુકાના સમઢિયાળા ગામે૧૨ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ સુરેન્દ્રનગરના જીઈબીના વિજિલન્સ બ્રાન્ચના ડે.ઈજનેર ભૂપતસિંહ ઝાલા, હેલ્પર બળવંત પારદ્યી, હસમુખ રાઠોડ સહિતના વીજ ચેકિંગ કરવા ગયા હતા. વીજ ટીમે એક વાડીમાં લંગરિયા નાખી વીજ ચોરી ઝડપી પાડી હતી.વીજ ચોરી ઝડપી PGVCLના ટીમ પરત ફરી રહી હતી ત્યારે ભીખુ તખુ પરમાર, વજુ હેમુ રાઠોડ, દાજી ઓદ્યડ રાઠોડ, બળવંત રાઠોડ, દેવરાજ રણછોડ પઢેરિયા, મોતી દેવશી પઢેરિયા, નાથા રદ્યુ પઢેરિયા અને ભરત ફલજી રાઠોડે ગે.કા. મંડળી રચી વીજ ટીમ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ભૂપતસિંહ ઝાલાએ હુમલાખોરો વિરુદ્ઘ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ ચુડા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.એચ.મકવાણાની દલીલોને ધ્યાનમાં રાખીને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ (જજ) મનન એસ.સોનીએ આઠેય હુમલાખોરોને ૩ વર્ષની સજા ફટકારી હતી. આઠેય આરોપીઓ વચ્ચે રૂ.૩,૫૦૦ દંડ ફટકાર્યો જો દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. વીજ કર્મીઓ પર હુમલો કરનાર શખસોને ૩ વર્ષની સજા ફટકારાઈનો ચૂકાદો જાહેર થતાં ગુનાખોરી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

(11:39 am IST)