Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

બોટાદ જીલ્લામાં ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમોમાં ડો.ભરતભાઇ બોધરાની ઉપસ્થિતી

જસદણઃ જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અમે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોકટર ભરતભાઈ ખોડાભાઈ બોદ્યરા એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતા માં બોટાદ જિલ્લા મિ વિવિધ કાર્યક્રમો લોકાર્પણ શિબીર સત્કાર સમારંભ ગૌશાળા અને ધર્મ સ્થાનોની મુલાકાત અને દર્શનનો લાભ જસદણ વિછીયા ના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોદ્યરા એ લીધો હતો જેમાં પ્રસિદ્ઘ તિર્થધામ ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મહારાજના ૧૯૨ મોં વાર્ષિક પાટોત્સવ અને ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. હતું ઉપરાંત ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મુલાકાત લઇ અને દર્શનનો લાભ લીધો હતો આઙ્ગ ઉપરાંત પાળીયાદના ખાતે પૂ વિસામણબાપુની જગ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ગૌશાળાની મુલાકાત લીધી હતી ઉપરાંત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોદ્યરા એ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે યોજાયેલ અમરેલી જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી છેલ્લા સાત કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની અંત્યોદયમાં ઉત્થાન માટેની યોજનાઓની માહિતી આપી હતી તેમજઙ્ગ ઉગામેડી ખાતે ઉગામેડી ગામ દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં પણ હાજરી આપી હતી આ ઉપરાંત બોટાદના અડમતાળા સમસ્ત ગામ દ્વારા સત્કાર સમારંભ યોજયો હતો તેમાં પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું અને ગ્રામજનોનો આભાર પ્રગટ કર્યો હતો આ પ્રસંગે પૂર્વમંત્રીઙ્ગ સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય આત્મારામભાઇપરમાર ઉદ્યોગપતિ મથુરભાઇ સવાણી સંતો મહંતશ્રીઓ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ બોટાદ જીલ્લા ભાજપના હોદ્દેદારો-આગેવાનો, કાર્યકર્તાઓ અને ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા -જસદણ)

(11:38 am IST)