Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કચ્‍છના ભુજ, ભચાઉ અને રાપરના વિવિધ વિસ્‍તારોને વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍ય તરીકે જાહેર કરાયા

(વિનોદ ગાલા દ્વારા )ભુજ,તા. ૨૨: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા તા.૨૮/૨/૧૯૮૬થી વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ક્રમાંકઃ ૫૩ ની કલમ-૧૮ થી મળેલ સતાની રૂએ રાપર તાલુકા માટે મોવાણા સર્વે નં.૮૮૧/૧, સર્વે નં.બેલા-૯૯૩, જાટાવાડા સર્વે નં.૧૫૬૩/૧, લોદ્રાણી સર્વે નં.૯૦૩, બાલાસર સર્વે નં.૬૩૦, દેશલપર સર્વે નં.૬૧૩, સુરબાવાંઢ સર્વે નં.૭૭, (નવા રી-સર્વે નં.૪૫,૪૬, ૪૭, ૪૯, ૫૧, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦,૧૬૧, ૧૬૨ અને જુના સર્વે નં.૭૭ પૈકી ૧૪ અને ૩૦) લાકડાવાંઢ સર્વે નં.૧૮૩, રવ મોટી સર્વે નં.૧૩૬૫, સુવઇ સર્વે નં.૮૩૧/૧, વણોઇ સર્વે નં.૧૩૮ તેમજ ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામ સર્વે નં.૮૮૦, કણખોઇ સર્વે નં.૩૪૯, ચોબારી સર્વે નં.૧૫૭૪, કડોલ સર્વે નં.૪૫૧, નેર-અમરસર સર્વે નં.૪૮૭, મોરગર સર્વે નં.૫૬૧, બનીયારી સર્વે નં.૩૫૫, ભુજ તાલુકાના (બન્ની) રેયાડો, લખારા, વેલારા, ખારોડ, ગોધરીયાડો, દ્યડીયાડો, બરડો, લોઠીયા, ઉડઇ, લાખાબો, ધાધર મોટી માપણી વગરના અને સંધારા સર્વે નં.૧૩૪, જુણા સર્વે નં.૨૩૮, કાળો ડુંગર ラ અને કુરન સર્વે નં.૨૭૩, ભચાઉ તાલુકાના ધોળાવીરા સર્વે નં.૨૭૬, ખારોડા સર્વે નં.૧૦૧, કલ્‍યાણપર સર્વે નં.૧૭૪, જનાણ સર્વે નં.૨૩૬, બાપુઆરી સર્વે નં.૪૦, બાંભણકા સર્વે નં.૧૮૬, રતનપર સર્વે નં.૧૬૯, ગણેશપર સર્વે નં.૨૩૭/૧, ગઢડા સર્વે નં.૫૬, અમરાપર સર્વે નં.૨૨૩, ખડોર, છપરીયા, રખાલ ૨૭૯૧.૫૮, ત્રગડી ૩૨૩.૭૫, મોટા રણ પૈકી ૪૨ જગ્‍યાની ૭,૫૦,૬૨૨-૧૨ હેકટર જમીનને વન્‍ય પ્રાણી અભ્‍યારણ્‍ય તરીકે જાહેર કરેલ છે.
 કચ્‍છ રણ વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍યના સર્વે સેંટલમેન્‍ટની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાથી ગુજરાત વન્‍ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૧ (૧૯૭૨ ની ૫૩) ની કલમ-૧૯ થી ૨૫ (બંને સહિત) ની જોગવાઇ મુજબ અભ્‍યારણ્‍યની હદમાં આવતા વિસ્‍તારની જમીનમાં કોઇ વ્‍યકિતના હક્ક-હિત કે દાવા હોય તો તેનો પ્રકાર જણાવી તેમની વિગતો સાથેનો અધિકૃત પુરાવા સાથેના દાવો જાહેરનામાની પ્રસિધ્‍ધ થયેથી ૨ (બે) માસમાં અત્રેની કચેરીએ અધિક કલેકટર, સર્વે સેટલમેન્‍ટ, દ્યુડખર, અભ્‍યારણ્‍ય, પ.વ.અ. મકાન નં.૭ બન્ની ફોરેસ્‍ટ કોલોની, અરીહંતનગર રોડ, ભુજ-કચ્‍છની કચેરી સમય દરમ્‍યાન અને રજાના દિવસો સિવાય લેખિતમાં રજુ કરવાનો રહેશે. જેની હિત સબંધ ધરાવતી વ્‍યકિતઓએ નોંધ લેવી. મુદત વિત્‍યા બાદ રજુ થયેલ કોઇપણ પ્રકારના હકક દાવાઓ સ્‍વીકારવામાં આવશે નહીં કે તેને ધ્‍યાને લેવામાં આવશે નહીં.
કચ્‍છ રણ વન્‍યપ્રાણી અભયારણ્‍યના સર્વે અને સેટલમેન્‍ટ અન્‍વયે કલેકટરશ્રી, કચ્‍છના જાહેરનામાથી અભ્‍યારણ્‍યની હદમાં આવતાં વિસ્‍તારની જમીનમાં વ્‍યકિતઓ/સંસ્‍થાના હક્ક-હિતો અંગે દાવા આમંત્રિત કરવામાં આવેલ હતી. જે અનવયે જે તે સમયે કોઈ વ્‍યકિત કે સંસ્‍થાએ પોતાનો દાવો રજુ કરેલ હોય અને તે અંગે નિર્ણય થયેલ ના હોય તેવા વ્‍યકિત અને સંસ્‍થાએ તેમનો દાવો અત્રેની કચેરીએ નિヘતિ સમયમર્યાદામાં લેખિતમાં પુનઃરજુ કરવાનો રહેશે એમ જે.આર.પરમાર, અધિક કલેકટર, સર્વે અને સેટલમેન્‍ટ, ઘુડખર અભ્‍યારણ્‍ય, ભુજ દ્વારા જણાવાયું છે.

 

(11:13 am IST)