Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામકંડોરણામાં શરદ પૂર્ણિમા નિમિતે રાસોત્‍સવ યોજાયો

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા.૨૨ : તાલુકા લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય દ્વારા શરદ પૂનમની રઢીયાળી રાત્રે સંસ્‍થાના પ્રમુખ અને ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયાની ઉપસ્‍થિતિમાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા ખાતે શરદોત્‍સવ-૨૦૨૧ યોજાયો હતો આ રાસોત્‍સવમાં ફકત બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમાં નામાંકિત કલાકારો દ્વારા ઓરકેસ્‍ટ્રા સાથે રાસ ગરબા ગવડાવવામાં આવ્‍યા હતા સંગીતના સુરે ખેલૈયાઓએ રાસગરબાની રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓ મન ભરીને ઝુમ્‍યા હતા આ રાસોત્‍સવ પ્રસંગે સરદાર પટેલ શૈક્ષણીક સંકુલના ટ્રસ્‍ટીઓ તેમજ આગેવાનોએ હાજરી આપી હતી.

 

(11:09 am IST)