Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

લોધીકા સરકારી હોસ્‍પિટલમાં સેલ કાઉન્‍ટર મશીન બંધ હાલતમાં દર્દીઓ હેરાન

જીલ્લા પંચાયત સદસ્‍ય અલપાબેન તોગડીયાને પત્ર પાઠવી સામાજીક કાર્યકર ગૌરવ હંસોરાની રજુઆત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૨૨: લોધીકા તાલુકાના કોઠા પીપળીયાનાં સામાજીક કાર્યકર ગૌરવ અશોકભાઇ હંસોરાએ જીલ્લા પંચાયત સદસ્‍ય અલ્‍પાબેના તોગડીયા તથા મુખ્‍યમંત્રી, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારીશ્રીને પત્ર પાઠવીને લોધીકા સરકારી હોસ્‍પિટલમાં બંધ પડેલ સેલ કાઉન્‍ટર મશીન ચાલુ કરવા માંગણી કરી છે.તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે, હાલ લોધીકા સહીત આજુબાજુ ના ગામોમાં વાયરલ ઈન્‍ફેકશન તથા ડેન્‍ગ્‍યુ જેવા રોગે માથુ ઉચકયું છે સરકારી તથા પ્રાઇવેટ દવાખાનામાં દર્દીનો દ્યસારો જોવા મળે છે ત્‍યારે લોધીકાની સરકારી હોસ્‍પિટલમાં ફાળવવામાં આવેલ સેલ કાઉન્‍ટર મશીન બંધ હાલત માં હોય દર્દીના નિદાન થઈ શકતા નથી અને નિદાન કરાવવા દર્દી ને શહેરમાં ધક્કા થાય છે.
છેલ્લા દિવસોમાં લોધીકા પંથકમાં ભારે વરસાદને લઈ અતિવૃષ્ટિ જેવી સ્‍થિતિ સર્જાયેલ જેને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયેલ જેનાથી મચ્‍છરો નો ઉપદ્રવ વધી ગયેલ અને બાદમાં પંથક માં વાયરલ ઇન્‍ફેક્‍શન ડેન્‍ગ્‍યુ જેવા રોગ ચાળાયે માંથુ ઉચકયુ છે જેથી લોકો સરકારી હોસ્‍પિટલે નિદાન કરાવવા જાય છે ત્‍યારે નિદાન માટે ફાળવવામાં આવેલ સેલ કાઉન્‍ટર મશીન જે મશીન દ્વારા સી.બી.સી યુરીન ટેસ્‍ટ,ડાયાબીટીસ, ડેન્‍ગ્‍યુᅠ, મેલેરિયા, ટાઈફોડ જેવા રોગોનું નિદાન ઝડપી થઈ શકે છે.
પરંતુ આ મશીન બંધ હોવાના પરિણામે લોકો હેરાન થાય છે નિદાન ન થઈ શકતા નિદાન કરાવવા લોકોને શહેર સુધી દોડવું પડે છે ત્‍યારે બંધ હાલતમાં રહેલ સેલ કાઉન્‍ટર મશીન વહેલી તકેᅠ શરૂ થાય તેવી લોક રજૂઆત છે.

 

(11:08 am IST)