Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દુઃખ પડે ત્યારે હારી ન જવુ અને સુખ આવે ત્યારે હરખાઇ ન જવું : શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આયોજીત શ્રીરામ કથામાં સાંજે શ્રી રામ જન્મોત્સવ ઉજવાશે : રવિવારે રાત્રે 'પદ્મશ્રી' ભીખુદાન ગઢવીનો લોકસાહિત્ય કાર્યક્રમ

વાંકાનેર તા. ૨૨ : સાળગપુરધામ ૅં બોટાદજિલ્લાના જગવિખ્યાત એવા સાળગપુરધામ મા આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર  ખાતે પરમ પૂજય સદગુરૂ સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીએ આ પાવન તપોભૂમિમા સહુના કષ્ટ હરવા અહીંયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ. જયાં આજે લાખો ભાવિકો દાદાના દર્શનાથે આવે છે અને દાદા ના દર્શન કરીને તન, મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે, એવી આ પાવન ભૂમિમાં આગામી તા. ૨૫મીના દાદાનો (૧૭૩ મોં પાટોત્સવ) આવી રહ્યો છે.

આ પાટોત્સવ નિમિતે ગઈકાલથી દાદાના દરબારમા  શ્રી રામ ચરિત માનસ કથાનો શુભ પ્રારંભ થયેલ હતો. જેમાં વ્યાસપીઠ ઉપર વકતા પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી એ કથાના પ્રથમ દિવસે કહેલ કે  રામ નામથી સાગર તરી જવાઈ આવો રામ નામનો મહિમા છે. આ કલિયુગ પર્વમા રામ નામ સ્મરણ જરૂરી છે. દુઃખ અને સુખની અંદર ભગવાનનુ નામ લીધા કરી એટલે આપણી નાવડી, સંસાર સાગર ચાલ્યા કરે, દુઃખ પડે ત્યારે હારી ન જવુ અને સુખ આવે ત્યારે હરખાઈ ન જવુ, ગૌસ્વામી શ્રી તુલસીદાસજીએ અહીંયા રામ નામનો મહિમા લીધો છે, શંકર વિશ્વાસ છે, ભવાની વિશ્વાસ છે, અનેક શાસ્ત્રો અનેક પ્રકારના વેદ, તમામ શાસ્ત્રોના સૂત્ર તુલસી રામાયણમાં છે આપ સહુને વિનંતી છે ઘરે જઈને તમે રામાયણ વાંચજો, સદગુરૂથી ઈશ્વર સુધી પ્હોંચાય છે સંત એટલે પરોપકાર પોતાના જીવનને સુગંધ આપે એનું નામ સંત છે, પોતાના જીવનને સધીને સુગંધ આપે એને સંત કહેવાય તુલસીદાસજી કહે છે એવા સંત ને વંદન કરૃં છું, જેના દર્શનથી ભાગ્ય ખુલે છે સંત આપણે ભગવાનના ધામ સુધી પહોંચાડે છે અને કથા શ્રવણ કરવાથી જીવનમાં આનંદ મળે છે, ભગવાન શ્રી રામ શ્રી ગૌસ્વામી શ્રી તુલસીદાસજી પાસે બે વાર આવ્યા હતા પરંતુ એમને શ્રી હનુમાનજી ગુરૂ બનાવ્યા એટલે જં રામકથામા ગુરૂને વંદના કરે છે, તમારા દીકરા, દીકરી ને સંસ્કાર આપજો, ગાડી નહીં હોય તો ચાલશે પણ સંસ્કાર હોવા જરૂરી છે, સંસ્કાર જીવનમાં હશે તો બધું રહેશે નહિતર કાંઈ નથી રહેતું, પોતાના મા અવગુણ જુવે અને બીજા ને સમજાય એ કથા સમજાવે છે દરેકમાં ભગવાન બેઠા છે કથા ના પ્રથમ દિવસે બપોર બાદ સ્વામી શ્રી પ્રિયદર્શન સ્વામીજી કથા નુ રસપાન કરાવેલ હતું.

પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ અંતમા કહેલ આપ સહુ દાદાના દરબારમા કથા શ્રવણ કરજો દાદાએ તમને બોલાવ્યા છે અને આપ સહુ આવ્યા છો જરૂર કથા શ્રવણ નો લાભ લેજો અહીંયા સવારે ચા પાણી તેમજ બંને ટાઈમ મહા પ્રસાદ ચાલુ જં છે અહીંયા કોઈને તકલીફ પડે તો સ્વામીજી ને કહેજો, શ્રી હનુમાનજીદાદાનુ ઘર એટલે આપ સહુનું ઘર છે, આજે બપોર પછીની રામ કથા મા  શ્રી રામ જન્મોત્સવ  અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે દાદા ના દરબારમા ઉજવાશે.

આગામી તા. ૨૫ મીના દાદા નો પાટોત્સવ ઉજવાશે તેમજ તા. ૨૪ મીના રવિવારના રોજ રાત્રે ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ કલાકાર શ્રી ભીખુદાન ગઢવીનો લોકસાહિત્યનો કાર્યક્રમ રાખેલ છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજારી સ્વામી શ્રી ડી. કે. સ્વામીજી તથા ભકતજન હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(10:49 am IST)