Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઉનામાં ડો. નરેન્‍દ્રભાઈ લિખિત ૩ પુસ્‍તકોનું વિમોચન

ઉનાઃ સ્‍વામિનારાયણ ગુરૂકુળ બી.એડ્‍. કોલેજના નિયામકશ્રી તથા ગુજરાતી ભાષામાં પીએચ.ડી. કરનાર ડોકટર નરેન્‍દ્રભાઈ ગોસ્‍વામી પુસ્‍તક લેખનને જીવન બનાવ્‍યુ છે. તેમણે જીવનનાં ૭ દસકા પુસ્‍તકોનું વાંચન-લેખનમાં વિતાવેલ છે. તેમણે ગુજરાતી ભાષામાં લખેલ જીંદગીના આડબીડ જંગલમાં માણસ નામનું પુસ્‍તક તપોવન આશ્રમમાં ગીરના નાના એવા આંબાવાડીમાં જંગલમાં ઉછરેલ. જે માત્ર સાત ધોરણ પાસ હોવા છતાં તેમનું ઘર એક ગ્રંથાલય બનાવેલ તે ઉકાભાઈ વઘાસીયાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. બીજુ પુસ્‍તક શિક્ષકોની દુનિયામાં નામનું પુસ્‍તક ગુરૂકુળના સ્‍થાપક ઓલ ઈન્‍ડીયા ગુરૂકુળના પ્રમુખ શાસ્‍ત્રી સ્‍વામી માધવદાસજીના હસ્‍તે લોકાર્પણ કરાયુ હતું. ત્રીજુ પુસ્‍તક તમે ક્‍યાં છો ? નામનું પુસ્‍તક કે પુસ્‍તકમાં વન વિભાગના મહિલા બાહોશ પાત્રનો ઉલ્લેખ છે. તે પુસ્‍તકનું વિમોચન સાસણ - ગીર અભ્‍યારણના વન અધિકારી આરએફઓ રસીલાબેન વાઢેરના હસ્‍તે વિમોચન કરી લોકાર્પણ કરેલ. પુસ્‍તકોના વિમોચનની તસ્‍વીરો.

 

(10:34 am IST)