Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગોંડલના ભોજપરાના પાટીયા પાસે કારને અકસ્માત નડ્યો : રાજકોટ તરફથી આવતી કાર ડિવાઈડર ઠેકીને હોટલમાં ઘુસી

ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યને ગંભીર ઇજા થયાના હેવાલ : અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ

ગોંડલ : ગોંડલના ભોજપરાના પાટીયા પાસે કારને અકસ્માત નડ્યો છે કાર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકીને હોટલમાં ઘુસી હતી

 આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ  તરફથી આવતી GJ 03KP 9002  નંબરની કાર ડીવાઈડર ઠેકીને દ્વારકાધીશ હોટલમાં ઘૂસી ગઈ હતી આ કારમાં સવાર 2 વ્યક્તિઓમાંથી એકને ગંભીર ઈજા થઇ છે વધુમાં ઈજાગ્રસ્ત ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજેશ ખીમજીભાઈ જેતાણી હોવાની વિગતો આવી રહી છે

 
ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામા આવ્યા છે

(11:29 pm IST)