Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આવતીકાલે સી.આર. પાટીલ કચ્છમાં : નલીયામાં ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક, અબડાસા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની આવનાર ચુંટણીઓ સંદર્ભે રણનીતિની ચર્ચા :ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ વખત કચ્છના પ્રવાસે

(ભુજ) રાજ્ય વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓ દરમ્યાન કચ્છની અબડાસા બેઠક ઉપર ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભા બાદ આવતીકાલે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છ આવી રહયા છે. 

       ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો પછી તેઓ પ્રથમ જ વખત કચ્છના પ્રવાસે આવે છે. જાણવા મળતી માહિતી મુજબ સી.આર. પાટીલ અબડાસાના મુખ્ય મથક નલીયા જશે. ત્યાં આવતીકાલે બપોરે તેઓ કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠન સબંધી ચર્ચા કરશે. જેમાં વિધાનસભાની વર્તમાન અબડાસા બેઠક વિશેની ચર્ચા ઉપરાંત આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ સબંધિત ચર્ચા થશે. જોકે, સી.આર. પાટીલ ચુંટણીલક્ષી કોઈ સભા કરશે કે કેમ, તે અંગે હજી કોઈ કાર્યક્રમ નિશ્ચિત થયો નથી. પરંતુ તેમની મુલાકાત સંગઠનલક્ષી જ હશે એવી ચર્ચા છે.

(3:57 pm IST)