Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિવિધ જણસોના રૂ.૨૫૦થી રૂ.૫૫૦૦ના ભાવો ઉપજયા

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૪૦૦ કવીન્ટલ ઘઉં, ૨૦૫૦ કવીન્ટલ મગફળી અને ૨૦૦૦ કવીન્ટલ બી.ટી.કપાસ સહિત કુલ ૫૫૦૦ કવીન્ટલ જણસોના જથ્થાની આવક

રાજકોટઃ રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતો પોતાની વિવિધ કૃષિ જણસોને વેંચાણ અર્થે લઈને આવી રહ્યા છે.

જયાં જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી અને કપાસ સહિતના ઉત્પાદનને વેંચાણ અર્થે લાવ્યા હતા. જેમાં ઘઉં એન.પી. ટુકડા ૪૦૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૨૦૫૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૨૦૦૦ કવીન્ટલ સહિત કુલ ૫૦૮૫ કવીન્ટલ વિવિધ જણસોના જથ્થાની આવક થઇ હતી. જે અન્વયે વિવિધ જણસના ૨૦ કીલોના લઘુતમ રૂ.૨૫૦ થી મહત્તમ રૂ.૫૫૦૦ ઉપજયા હતા. તેમ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

(3:13 pm IST)