Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જામનગરમાં અચાનક પડી જતા મજૂરનું મોત

દારૂ વેચવાની જાણ પોલીસને કરશે તેમ કહી માર માર્યોઃ મોટર સાયકલ સાઇડમાં હટાવતા છરી મારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: નાગના સીમ વિસ્તારમાં રહેતા મોતીલાલ રામાધાર નીશાદ, ઉ.વ.૪ર એ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સેન્ચુરી કેમીકલ કંપનીના મેઈન ગેઈટ આગળ નવા નાગના સીમ વિસ્તાર, તા.જિ. જામનગરમાં ઘનશ્યામ દમડી ભારથી, ઉ.વ.પ૦, રે. સેન્ચુરી કેમીકલ કંપની લેબર  કોલોની જામનગર વાળો સેન્ચુરી કેમીકલ કંપની પરથી લઘુશંકા પેશાબ કરવા ગયેલ અને પાછા ચાલીને આવતા હોય તે દરમ્યાન અચાનક જમીન પર પડી જતા અને મોઢા પર સફેદ ફીણ જેવું આવી જતા તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ આવેલ અને ફરજ પરના ડોકટરે તપાસી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરેલ હતું.

વાગડીયા ગામે રહેતા સુમેરાબેન સોયબભાઈ યુસુફભાઈ ઈસાણી, ઉ.વ.રપ, એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સુમેરાબેન સોયબભાઈ યુસુફભાઈ ઈસાણી, ઉ.વ.રપ, રે. વાગડીયા ગામ યુસુફભાઈની વાડી વાળાએ પોતાની માલિકીની વાડીએ ઓરા(માંડવી) લેવા માટે ગયેલ હોય અને શરદી થયેલ હોય જેથી વાડીએ ઓરડીમાં રાખેલ શરદીની બોટલ તથા અન્ય બોટલો ત્યાં બારીએ પડેલ હોય જેથી શરદીના હિસાબે શ્વાસ લઈ શકતા ન હોય જેથી ઓરડીમાં રાખેલ શરદીની બોટલના બદલે બાજુમાં પડેલ અન્ય ઝેરી દવા ની બોટલ પડેલ હોય જેમાથી ભુલ થી શરદીની બોટલના બદલે બીજી બોટલ માંથી એક ઢાંકણું દવા પી જતા ઉલ્ટી, ઉપકા આવતા સારવારમાં ખસેડેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં તોશીફભાઈ અબ્બાસભાઈ ખીરાણી એ ફરીયાદ નોંધાવી છે કે, જગાગામે મહેશભાઈ ભીમાનીની પંચરની દુકાન પાસે ફરીયાદી તોશીફભાઈ મોટર સાયકલમાં હવા પૂરતા હોય ત્યારે આરોપીઓ રઘુવીરસિંહ ઉર્ફે રઘો બાલુભા જાડેજા, અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અનિયો નટુભા જાડેજા, રે. જગાગામવાળા તેમની પાસે આવેલ અને આપણા ગામનાઓની દારૂ વેચવાની પ્રવૃતિની જાણ પોલીસને કરશે તેમ કહી ગાળો બોલવા લાગેલ તથા ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તોશીફભાઈને જમણી આંખ નીચે તથા જમણી બાજુ કોણીના ભાગે છોલવાની ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દરેડ ગામે વર્લીમટકા

પંચ બી પોલીસ સ્ટેનમાં હેડ કોન્સ. શોભરાજભાઈ ગુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામ લાલપુર રોડ, ખોડીયાર માતાજી સામે, જામનગરમાં આરોપી ચિરાગ ઉર્ફે ચિકલો પ્રફુલ્લભાઈ ભટ્ટ, વૈભવ, ઈશ્વર નાખવા, ભીખો, વોટસઅપ દ્વારા ચેટીંગ કરી વર્લીમટકાના આંકડા એક–બીજા લખી – મોકલી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– તથા રોકડા રૂ.૧૧ર૦/– મળી કુલ રૂ. રૂ.૧૧,૧ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામનગર : પંચ બી પોલીસ સ્ટેનમાં હેડ કોન્સ. શોભરાજભાઈ ગુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામ તાલુકા શાળાની બાજુમાં ગૌશાળા પાસે, આરોપી માધવજી ઉર્ફે ભીખાભાઈ ચનાભાઈ ચોપડા વોટસઅપ દ્વારા ચેટીંગ કરી વર્લીમટકાના આંકડા એક–બીજા લખી – મોકલી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન એપો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– તથા રોકડા રૂ.૧૦૪૦/– મળી કુલ રૂ. રૂ.૧૧૦૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.આરોપી ચિરાગ ઉર્ફે ચીકો પ્રફુલભાઈ ભટ્ટ, રે. જામનગવાળો ફરાર થઈ ગયેલ.

હાર્ટએટેક આવી જતા વૃઘ્ધનું મોત

અહીં વસંત વાટીકા શેરી નં.૮ પાસે રહેતા વિમલબેન વિમલભાઈ ગોરધનદાસ વાઘવાણી, ઉ.વ.૪૩ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  વિમલભાઈ ગોરધનદાસ વાઘવાણી, ઉ.વ.પપ, રે. રણજીતસાગર રોડ, વસંતવાટીકા શેરી નં. ૮ પાસે, જામનગરવાળા ને ડાયાબીટીસ સુગરની બીમારી હોય તથા તેને હાર્ટએટેક આવી જતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈબ્રાહીમ સુલેમાનભાઈ શેખ, ઉ.વ.૩૧, એ ફરીયાદ નોંધાવી છે કે, ગાંધીનગર, શંકર ભગવાનના મંદિર પાસે, જામનગરમાં ફરીયાદી ઈબ્રાહીમે પોતાની રીક્ષા લઈને જતા હતા ત્યારે આરોપી આદિત્ય બારોટનું મોટર સાયકલ રસ્તામાં વચ્ચે પડેલ હોવાથી સાઈડમાં હટાવતા આરોપી જહાંગીર એ ફરીયાદી ઈબ્રાહીમભાઈને ગાળો બોલી આરોપી આદિત્ય બારોટ એ ફરીયાદી ઈબ્રાહીમને પેટમાં છરી મારી ઈજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:53 pm IST)