Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પોરબંદરમાં કોરોનાના નવા ૧ર કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. રરઃ કોરોના પોઝીટીવના નવા ૧ર કેસ આવ્યા હતાં જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ કેસની સંખ્યા ૭૬ર પહોંચી છે.ગઇકાલે ૪૯પ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ૧ર કોરોના પોઝીટીવ કેસ આવેલ જે કડીયા પ્લોટ, પેરેડાઇઝ વિસ્તાર છાંયા, એસએસસી રોડ વિસ્તારમાંથી આવ્યાં હતાં. જિલ્લામાં કોરોનાની સારવારમાં રહેલ એક દર્દી સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

(12:51 pm IST)