Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મુળીના સરા ગામે યુવતિને ભગાડી ગયાને ૪૫ દી' થયા છતાં આરોપી પકડાતો નથી : પ્રજાપતિ પરિવાર દ્વારા અનેક આક્ષેપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨: મૂળી તાલુકાના સરા ગામેથી દસ દિવસ પહેલા યુવક અને યુવતી પ્રેમ સંબંધના પ્રકરણમાં નાસી છૂટયા હતા ત્યારે આ બાબતની ફરિયાદ સરા ગામે યુવતીના પરિવાર દ્વારા નોંધાવવામાં આવી હતી ત્યારે આજે તેને ૨ માસ નો સમય થયા હોવા છતાં પણ યુવતીનો કોઈ અતો પતો ન હોવાનું પરિવાર જનો દ્વારા હાલમાં જણાવવામાં આવી રહ્યું છે.

યુવતીના પરિવારજનો દ્વારા મૂળી પોલીસ મથકે આ બાબતની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે ત્યારે આ ફરિયાદ નોંધાઈ અને ૨ માસ જેટલો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ યુવતીની હાલ કોઈ પરિવારજનોને પોલીસ દ્વારા ભાળ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ હાલમાં યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ આ યુવકને ઝડપી પાડવા ઢીલાશ રખાતી હોવાની પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ આ યુવક અને યુવતી ગામથી આશરે ૨૦ કિલોમીટર દૂર અવાર નવાર ખેતર ની સીમ માં દેખાતા હોવાનું પણ હાલમાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતની જાણકારી યુવતીના પરિવારજનો દ્વારા પણ કરવામાં આવી છે તે છતાં પણ યુવક અને યુવતીની અટકાયત ન કરવામાં આવતાં અનેક પ્રકારના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ઘટી ગયેલી છે અલગ અલગ પોલીસની બ્રાન્ચોનું કામ પણ દિન-પ્રતિદિન કથળતું જઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ હાલમાં વર્તાઈ રહ્યું છબે માસ પહેલા પ્રજાપતિ સમાજની દીકરી ને અજાણ્યો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા સરા મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસ વડા  મહેન્દ્રકુમાર બગડીયા આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.

ભગાડી જનાર યુવકને પોલીસ ચાર દિવસમાં ઝડપી લેશે એવું પરિવારજનોને પોલીસ વડા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

 આશ્વાસન આપ્યા અને આજે ૪૫ દિવસ જેટલો સમયગાળો વીતી ગયો તે છતાં પણ હજુ સુધી આ ભગાડી જનાર યુવક ને હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ પકડી શકી નથી ત્યારે આ દીકરીના માતા-પિતા જયારે આ બાબતની ટેલિફોનિક રીતે રજૂઆત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલમાં પોલીસ પોતાનું કામ કરી રહી છે અને ટૂંક સમયમાં દીકરીને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી લેશે.

દીકરીની કોઈ ભાડ ન હોવાના પગલે પરિવાર શોકમગ્ન બની જવા પામ્યો છે ત્યારે દીકરીના પિતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બેમાસથી ઘરમાં જમવાનું પણ હરામ બની જવા પામ્યું છે.

આ બાબતની તપાસ કરી યુવતીને ભગાડી જનાર યુવકને તાત્કાલિક પોલીસ દ્વારા અટકાયત કરી યુવતીને માતા-પિતાને પરત આપવામાં આવે તેવી યુવતીના પરિવારજનો અને યુવતીના માતા-પિતા હાલમાં પોલીસ પાસે આશા રાખીને બેઠા છે અને માંગ પણ કરી રહ્યા છે.

(11:39 am IST)