Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઐતિહાસિક યુધ્ધ જહાજ INS વિરાટની ટપાલ ટીકીટ 'થેન્કયુ વિરાટ'નું ભાવનગરમાં વિમોચન

ભાવનગર તા.૨૨: અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટની 'થેન્કયુ વિરાટ' ટપાલ ટિકિટનું વિમોચન સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોલમાં કરવામાં આવ્યું . આ પ્રસંગે રીટાયર્ડ એર કમાન્ડર કેદાર ઠાકર હાજરીએ આપી. કમાન્ડર ઠાકર એરફોર્સમાં ૩૫ વર્ષ ફરજ બજાવી ચૂકયા છે અને હાલ તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે ફરજ બજાવી રહ્યા છે. ઠાકર આઇએનએસ વિરાટ પર ફરજ બજાવી ચૂકયા છે.

આ પ્રસંગે ઠાકર એ જણાવ્યું કે પરિવર્તન અને નવિનીકરણ એ જરૂરી છે ત્યારે આઇએનએસ વિરાટનો પણ એ જ તબક્કો છે ... આઇએનએસ વિરાટ ભલે ભાંગસે પણ એના સ્મરણો અમરબની રહશે. આ પ્રસંગે શ્રી રામ ગ્રુપના ચેરમેન એ જણાવ્યું કે ઘણા જહાજો ભાંગ્યા પરંતુ ઇન્ડિયન નેવીનું એરક્રાફ્ટ કેરીઅરને ભાંગવું એ મારુ સપનું હતું અને એ મારુ અને ભાવનગરનું ગૌરવ પણ વધાર્યું છે.

આ પ્રસંગે મેયર , આઈ જીશ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, ભૂતપૂર્વ મેયર સહિતના મહાનુભાવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)