Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દ્વારકાના ટૂંપણી ગામે બે આહિર જૂથ વચ્ચે માથાકુટ : ૧૮ સામે ગુનો

અગાઉના જમીન પ્રશ્ને ચાલતા મનદુઃખમાં ફરી ડખ્ખો થતા સામસામી ફરીયાદો

ખંભાળીયા, તા.રર : દ્વારકાના ટૂંપણી ગામે રહેતા રણમલભાઇ લાખાભાઇ માડમ (ઉ.વ.પ૦) નામના આહિર પ્રૌઢે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ પરથી પોલીસે વિક્રમ રાણા માડમ, અરજણ સવદાસ માડમ, રામ અરજણ માડમ, કારૂ સીદા માડમ, આલા નાથા માડમ, હેમંત નાથા માડમ, સંજય રૂઘા માડમ, ડવુ કારૂ માડમ, મારખી અરશી વરવારીયા વિરૂદ્ધ આઇપીસી ૧૪૭, ૧૪૭, ૪૮,૪૯,૩ર૩-ર૪ પ૦૪ અને પ૦૬(ર) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રણમલભાઇએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, મારી તથા આરોપીઓની વાડી બાજુ બાજુમાં થતી હોય અને વાડીએ મકાને આવવા જવા માટે એક જ રસ્તો હોય જે રસ્તે ચાલવા બાબતે અગાઉથી વાંધો ચાલતો આવતો હતો. ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે મારા ભાઇ રામશીભાઇ વિક્રમની વાડી પાસેથી નિકળતા વિક્રમે તેને અટકાવી તું અહીંથી કેમ નિકળ્યો ? હવે પછીથી નિકળતો નહીં કહી ગાળો કાઢવા લાગતા રામશીભાઇએ ગાળો કાઢવાની ના પાડતા વિક્રમ સહિતના ઉપરોકત શખ્સો એકઠા થઇ લાકડી, લોખંડના પાઇ, ધોકા, ખપારી સહિતના હથિયારો વડે મને મારાભાઇ રામશીભાઇ તથા અન્યોને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.

જયારે વળતી ફરીયાદમાં સંજય રૂઘાભાઇ માડમ (ઉ.વ.ર૪) નામના આહિરે યુવાને નોંધાવ્યું છે કે, અમારીને રામશીભાઇની વાડી બાજુમાં આવેલી હોય અને એક જ રસ્તો ચાલવાનો હોવાથી તે અંગે કેટલાક સમયથી વાંધો ચાલતો હતો. ગઇકાલે બપોરે મારા કૌટુંબિક ભાઇ વિક્રમભાઇ રાણાભાઇ વાડીએ બોરની મોટર ચાલુ કરવા જતાં હતાં ત્યારે રામશી લાખા માડમ તથા મારા ભાઇ વચ્ચે બાવળની ઝાડ કાપવા બાબતે બોલાચાલી થતાં ઝગડો થયો હતો અને રામશી લાખાએ ફોન કરી હમીર વેજાણંદ, પરબત રણમલ માડમ, હરદાસ રણમલ માડમ, એભા સાજણ માડમ, મેરામણ સાજણ માડમ, દેવા મેરામણ માડમ, રામદે રામશી માડમ, રણમલ લાખા માડમ બધા ત્યાં આવી જઇ લાકડી, લોખંડના પાઇપ તથા ધારીયા વડે હુમલો કરતા વિક્રમભાઇ અને અન્ય સાહેદને માથા તથા શરીરના ભાગે ઇજા કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે બંને પક્ષની ફરીયાદ પરથી રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:36 am IST)