Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કેશોદ પોલીસ સ્ટેશનમાં વેબિનાર

 કેશોદ :  જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝેડ સપોર્ટ સેન્ટર  દ્વારા  બેટી બચાવો. બેટી  પઢાઓ યોજના અંતર્ગત ઓનલાઈન ગૂગલ મીટ માધ્યમથી  વેબીનાર કાર્યક્રમમાં કિશોરી મેળો યોજેલ જેમા  કુસુમબેન માધવી બેન. તથા મીરાબેન ઉપસ્થિત રહી  મહિલાલક્ષી વિવિધ  યોજનાઓની અને માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં  કેશોદ તાલુકા ના મહિલા કાઉન્સેલર મનીષા બેન  દ્વારા. પોતાના આસપાસનાં વિસ્તારની કિશોરીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. કોમલબેન ડાંગરના વરદ હસ્તે  કિશોરીઓને પૂરસ્કાર એનાયત કરાયા હતા. (તસ્વીર : કિશોરભાઇ દેવાણી, કેશોદ)

(11:33 am IST)