Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઉપલેટા તાલુકા ગુજરાત વિકલાંગ અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર

ઉપલેટા :   ગુજરાત રાજયમાં તાજેતરના સમયમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ઉપલેટા ગુજરાત વિકલાંગ અધિકાર મંચ દ્વારા બનાસકાંઠાના દાંતીવાડાની મૂકબધિર દિવ્યાંગ કિશોરીની હત્યા કરી તેનુ ગળુ કાપી નાખી તેમજ શરીરમાં અનેક ઇજાઓ કરીને તેની જધન્ય હત્યા કરવામા આવી હતી જેનાથી ગુજરાતની માનવતાવાદી અને વિકલાંગજનોની સેવાના કાર્યોમાં જોડાયેલ સંસ્થાઓના આગેવાનો અને આમ જનતા આ દિવ્યાંગ કિશોરીની હત્યાની દ્યોર નિંદા કરી દ્યટનાના ગુનેગારોને શિક્ષાત્મક સજાઓ થાય એવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.ગુજરાત રાજયમાં સરકાર  મહિલાઓના સન્માન અને સુરક્ષા અંગેના પગલાઓ લેવામાં સદંતર નિષ્ફળ રહી છે. ગુજરાત સરકાર મહિલાઓ સામાજિક માન, સન્માન, આદર અને સંસ્કારોના પાઠ શીખવવામાં નિષ્ફળ રહેલ છે. મહિલાઓ પ્રત્યેની દ્રષ્ટિ માત્ર ભોગ વિલાસ અને ઉપભોકતા માટેની રહી છે તેને પરિણામે બાળકીઓ, સગીરાઓ, યુવતીઓ અને વૃદ્ઘાઓ સહિતની મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે ત્યારે દિવ્યાંગ મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો અને બાળકીઓની સલામતીનો પ્રશ્ન સૌથી મહત્વનો બની જાય છે ત્યારે તેમની સુરક્ષાના પ્રશ્ને રાજય સરકારના ગૃહ વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પગલાઓ ભરવા જોઇએ તેવી ગુજરાત વિકલાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગજનો માટે માંગ કરી રહ્યા છે.(અહેવાલ : ભરત દોશી, ઉપલેટા)

(11:30 am IST)