Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજ બન્યો પરંતુ સીડી બનાવતા ભૂલાઇ!!

જંકશન વિસ્તારમાં રહેવા હજારો લોકોની રસ્તાની પેલેપાર જવાની સુવિધા છિનવાઇ

શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીડી ન બનાવી ભ્રષ્ટાચાર કર્યાના વિડીયો વાઇરલ કરતા રાજકારણ ગરમાયુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.રર : સુરેન્દ્રનગર શહેરમાં ઓવરબ્રિજ તો બન્યો પરંતુ તંત્ર સીડી બનાવવાનું ભૂલી ગયો આ સીડી થી જુના જકશન તેમજ દ્યર હોતો એસા વસતા લોકો આ સીડી થી ઉતરી અને ઉપર આવી શકે છે ત્યારે ખાઈ ગયા કે ભ્રષ્ટાચાર કર્યો તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ નો ખુલ્લો પડકાર

સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નગરપાલિકા તેમજ સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત નગરપાલિકાની ચૂંટણીના પડદ્યમ ટૂંક સમયમાં જ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો કોંગ્રેસ વિરોધ પક્ષ મજબૂત બન્યો છે શહેરમાં અનેક વિકાસના કામો થયા છે આમ છતાં પણ કોઈને કોઈ કોઈ કામોમાં મોટી ભૂલ થઇ હોવાનું પણ બહાર આવી રહ્યું છે ત્યારે ભૂલ કે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. સાંસદ સભ્ય ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ચીફ ઓફિસર સહિતનાઓ ને આ અંગેની જાણકારી આપી અને ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે જાહેરમાં જાહેર જનતા પાસે માંગણી કરી રહ્યા છે.

આ અંગેની વિડીયો વાયરલ કરી અને હવે જનતા જાગે અને શાસકો ભાગે તેઓ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે આ વીડિયો વાયરલ કરતા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કમલેશભાઈ કોટેચા રોહિત પટેલ સાહિલ સોલંકીએ જણાવેલ છે કે, શહેર નો ઓવરબ્રિજ બે વર્ષ પહેલાં બન્યો છે.

આ ઓવર બ્રિજ માં પૂ ઠ પાયરી તો બનાવવામાં આવી પરંતુ આ ઓવર બ્રિજ માં જુના જકશન વિસ્તારના સોસાયટી માં વસતા લોકો આ ઓવરબ્રિજ ઉપર ચડી શકે અને સહેલાઇથી દ્યર હો તો એસા બાજુના રોડ ઉપર ઉતરી શકે તે માટેની સીડી નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સીડી બંને બાજુની સાઈડ માં મુકવામાં આવી નથી અને હાલમાં તેના સળીયાને જગ્યા બતાવવામાં આવી રહી છે. કોંગ્રેસના વિરોધ પક્ષના સભ્યો શ્રી આક્ષેપો કરી રહ્યા છે કે આ પુલના કામમાં સીડી બનાવી ભૂલી ગયા કે ભ્રષ્ટાચાર કર્યો કટાક્ષ કરવામાં આવ્યા છે અત્યારે સાંસદ સભ્ય ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને તાકીદ કરી અને તાત્કાલિક અસરે આ સીડી બનાવવા માટેની માંગ કરવામાં આવી છે.  પુલની બાજુમાં પેવર કામ કરવાની બદલે આ માર્ગ એમનામાંથી મૂકી દેવામાં આવ્યો છે એમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા સાથે અન્યાય થયો હોવાનું હાલમાં શહેર કોંગ્રેસ સમિતિના  પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા શહેરમાં અનેક વિકાસના કામો થયા છે તેને લઈને કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે રોજ જુદા જુદા વિડિયો મૂકી અને જનતાને જાગૃત કરવામાં આવી રહી છે. (૪૫.૬)

શહેરના મોટા વિકાસકામોના પ્રોજેકટમાં  ચુક થાય તેને ભ્રષ્ટાચાર ન કહેવાય

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દુધરેજ અને હાલમાં વઢવાણ સંયુકત નગરપાલિકા બની છે ત્યારે આગાઉ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા જ હતી ત્યારે પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા હતા જેવો છેલ્લા બે-ત્રણ થી ભાજપ સાશીત નગરપાલિકા તરીકે પ્રમુખ પદે શાસન કરી રહ્યા છે ત્યારે આસાનમાં આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર શહેરમાં અનેક વિકાસના કામો થયા છે જે કામો થયા છે તેના યશભાગી શ્રી વિપિન કુમાર ટોલિયા જ છે ત્યારે વિપીનભાઈ એ શહેરમાં અનેક પ્રકારના નાના મોટા કામો ને ન્યાય આપી છે ત્યારે કામો થતા હોય છે અને આ કામો જી.યુ.ડી.સી થી લઇ અને કોન્ટ્રાકટર દ્વારા કામો થતા હોય છે ત્યારે આવું મોટું શહેર છે.

કયાંકને કયાંક કામોની ખામી રહે જેથી કરીને કામોમાં ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો કયારેય કરાય નહી ત્યારે અવારનવાર આ અંગેની ખુલ્લી ચેલેન્જ પણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવી હોવાનું જણાવેલ.

(11:28 am IST)