Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગોંડલની સરકારી હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસરને લાંચના ગુન્હામાં 3 વર્ષની સજા

સેશન્સ અદાલતે રામપ્રવેશ મહેન્દ્રભાઈ શાહને સજા ફટકારી : મેડિકલ સર્ટિફિકેટ આપવા માટે 200ની લાંચ લીધી હતી

રાજકોટઃ ગોંડલ સરકારી હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર રામપ્રવેશ મહેન્દ્રભાઈ શાહને લાંચના ગુન્હામાં ગોંડલની સેશન્સ અદાલતે 3 વર્ષની સજા ફટકારી છે.

 આ  કેસની વિગત મુજબ દસ વર્ષ પહેલા ગોંડલમાં રહેતા બ્રિજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા જેઓ PGVCL માં ફરજ બજાવતા હતા અને તેમને સીકનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવું હતુ અને જે સર્ટિફિકેટ મેળવવા માટે ડૉ. રામ પ્રવેશ મહેન્દ્ર શાહે રૂપિયા 200ની માગણી કરી હતી. જેથી બ્રિજ રાજસિંહે LCB પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ LCB દ્વારા છટકુ ગોઠવતા ડૉક્ટર રામપ્રવેશ શાહ ઝડપાઈ ગયા હતા.

ઉપરોક્ત કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજો પુરાવા રજૂ કરવામાં આવેલા હતા, ત્યારબાદ ન્યાયમૂર્તિએ સાહિદોની જુબાની અને વકીલોની દલીલોને ધ્યાને લઇ લાંચરિશ્વત ધારા 1988ની કલમ 7ના ગુનામાં આરોપી ડૉક્ટર રામ પ્રવેશ મહેન્દ્ર શાહને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા તથા રૂપિયા 2500 નો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.

(11:07 am IST)