Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો મગફળીનો ઓછો ભાવ મળતા રોષ ફેલાયો

ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની ભારે આવક થતા મગફળીના ભાવમાં ઘટાડો

 

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા વિવાદ સર્જાયો હતો. રૂપિયા 700ના ભાવે મગફળીની માંગણી કરતા ખેડૂતો રોષ ભરાયા હતા અને હોબાળો કર્યો હતો

 . બીજી બાજું હોબાળાના પગલે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરાયા હતા. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની ભારે આવક થતા મગફળીના ભાવમાં ઘટાડો થયો છે.

(12:08 am IST)